Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લીનરૂમ ફેસિલિટી, એડવાન્સ મશીનરી અને ગેસ સિસ્ટમથી સજ્જ:ભારતનું પહેલું સેમીઓર્બિટ સ્કિલ સેન્ટર શરૂ, સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે સ્પેશિયલાઇઝ્ડ વેલ્ડિંગ સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રીત કરાશે

    12 hours ago

    ઓર્બિટલ વેલ્ડિંગ અને પ્રોસેસ પાઇપિંગમાં ઉદ્યોગ-સક્ષમ ટેલેન્ટ તૈયાર કરવા INOXCVA અને ITM SLS બરોડા યુનિવર્સિટીએ હાથ મિલાવ્યા છે. ભારત જ્યારે તેની સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે સેમીઓર્બિટ અદ્યતન ઓર્બિટલ વેલ્ડિંગ અને પ્રોસેસ પાઇપિંગ માટેનું એક વિશેષ સ્કિલ એક્સેલન્સ અને ભારતનું પહેલું સેન્ટરનું આજે ITM SLS બરોડા યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ક્લીનરૂમ્સ માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઓર્બિટલ વેલ્ડિંગ અને અલ્ટ્રા-હાઇ-પ્યોરિટી પ્રોસેસ પાઇપિંગ સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જ્યાં જોઈન્ટ ક્વોલિટી, પ્રોસેસની ચોકસાઈ અને પ્રદૂષણ-મુક્ત ગેસ તેમજ ફ્લુઇડ વિતરણ પ્રણાલી સીધી રીતે કામગીરીની સફળતા નક્કી કરે છે. સેમીઓર્બિટ સેન્ટરની સ્થાપના યુવાનોને આ સિસ્ટમ્સના ઇન્સ્ટોલેશન, ફેબ્રિકેશન અને મેઇન્ટેનન્સમાં વ્યવહારુ અને ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તાલીમ આપવા માટે કરવામાં આવી છે. 'ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન'ના વ્યાપક લક્ષ્યો સાથે સીધો સુસંગત આ સેન્ટરનો અભ્યાસક્રમ ભારતીય ટેકનિશિયનો અને એન્જિનિયરોને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સક્ષમ બનાવવા માટે 'ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન' (ISM)ના વ્યાપક લક્ષ્યો સાથે સીધો સુસંગત છે. આ અંગે INOXCVA CEO દીપક આચાર્યએ જણાવ્યું હતું કે, સ્કિલ સેન્ટરો આવા એક બે છે પરંતુ આ ભારતનું પ્રથમ સ્કિલ સેન્ટર છે કે જેમાં ક્લીનરૂમ ફેસિલિટી, એડવાન્સ મશીનરી અને એડવાન્સ ગેસ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી અમે તાલીમ આપીશું. વેલ્ડર અને ફીટર્સની ખુબજ માંગ વધુમાં કહ્યું કે, અહીંયા પહેલેથી જ અમારું ટ્રેનિંગ સેન્ટર હતું અને તે ધોલેરાથી નજીક છે જેથી આ જગ્યાને પસંદકરવામાં આવી છે. બીજા લોકો આવા કામ કરે છે પરંતુ સેમી કન્ડક્ટર માટે નથી કરતા. અહીંયાથી અમે સરળતાથી ટ્રેનરોને આપી શકીએ છીએ. વેલ્ડર અને ફીટર્સની ખુબજ માંગ છે જે અમે પૂરી કરીશું.
    Click here to Read More
    Previous Article
    જામનગર દૂધ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:જેન્તીભાઈ મંઢ પ્રમુખ, જશુબેન ચિરોડિયા ઉપપ્રમુખ બન્યા
    Next Article
    ભુજના કોટડામાં ₹3.55 કરોડના નવા પુલનું ખાતમુહૂર્ત કરાયું:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં વિધિ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment