Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના આદિવાસી વિસ્તારોમાં વાઘબારસની ઉજવણી:માવલી માતાની પૂજા કરી વાઘદેવને નાળિયેર અર્પણ, ગામની સુખ-શાંતિ માટે પ્રાર્થના

    12 hours ago

    વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા સહિતના આદિવાસી વિસ્તારોમાં વાઘબારસની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે વાઘદેવની ખાસ પૂજા-અર્ચના કરી ગામની સુખ-શાંતિ, માનવજીવનની સુરક્ષા અને પશુધનના રક્ષણ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવે છે. ધરમપુરના સજનીબરડા ગામે વર્ષો જૂની અનોખી લોકપરંપરાઓ આજે પણ ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક જાળવી રાખવામાં આવી છે. માવલી માતા અને વાઘદેવની વિધિવત પૂજા સજનીબરડા ગામના પોલીસ પટેલ નાનુભાઈ લક્ષુભાઈ દેશમુખે પૂજાવિધિ વિશે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે વાઘબારસના દિવસે સૌપ્રથમ ડુંગર પર બિરાજમાન માવલી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ તમામ ગામલોકો એકત્ર થઈને વાઘદેવની પૂજા કરે છે. આ પૂજાનો મુખ્ય હેતુ ગામ અને પાલતુ પશુઓનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવાનો રહેલો છે. અનોખી લોકવિધિઓ અને હોમ પરંપરા મુજબ, ઘાસના બે પૂળા સળગાવીને તેની ઉપરથી ગામના કોટવાળ સતત ત્રણ વખત કૂદે છે. આ વિધિને માતાજી માટેનો વિશેષ હોમ માનવામાં આવે છે. વાઘદેવની પૂજા દરમિયાન ભીસાસુરને લગતી વિશિષ્ટ વિધિઓ પણ સંપન્ન કરવામાં આવે છે. સ્થાનિક માન્યતા અનુસાર, ભગત પડદો રાખીને વાઘદેવને નાળિયેર અર્પણ કરે છે. વિસરાતી પરંપરાઓ અને પશુ પૂજન અગાઉ વાઘબારસ દરમિયાન ગોવાળિયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હતો. ઢોરને ચરાવવા માટે કોડીના ઝાડની લાકડીઓ બનાવી તેને સુંદર રંગોથી શણગારવામાં આવતી હતી. આ સાથે ગાયોના શિંગડાંને રંગીને પશુઓની પૂજા કરાતી હતી. જોકે, બદલાતા સમય સાથે આ જૂની પરંપરાઓ ધીમે ધીમે વિસરાઈ રહી છે. આદિવાસી સંસ્કૃતિ અને વારસાનું જતન વાઘબારસ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની ગાઢ આસ્થા, પશુધન પ્રત્યેની સંવેદના અને સામૂહિક જીવનશૈલીનું ઉત્તમ પ્રતીક છે. આવી અનન્ય લોકપરંપરાઓનું જતન થાય તો નવી પેઢીને પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની સાચી ઓળખ મળી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચે મહત્ત્વપૂર્ણ MoU:2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં સ્કોટલેન્ડની મદદ લેશે ગુજરાત, ઓફશોર એનર્જી માટે ડેલિગેશન જશે
    Next Article
    જામનગર દૂધ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:જેન્તીભાઈ મંઢ પ્રમુખ, જશુબેન ચિરોડિયા ઉપપ્રમુખ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment