Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચે મહત્ત્વપૂર્ણ MoU:2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં સ્કોટલેન્ડની મદદ લેશે ગુજરાત, ઓફશોર એનર્જી માટે ડેલિગેશન જશે

    12 hours ago

    ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વપૂર્ણ MoU કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ સરકારના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયો હતો. આ સમજૂતીથી ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે વેપાર-રોકાણ, રિન્યુએબલ એનર્જી, સ્પોર્ટ્સ, શિક્ષણ, સંશોધન અને લાઇફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થવાની આશા છે. ખાસ કરીને, ગુજરાત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું હોવાથી સ્કોટલેન્ડના રમતગમતના આયોજન, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિટનેસ કલ્ચર અંગેના અનુભવો ગુજરાત માટે ઉપયોગી બની શકે છે. બીજી તરફ, ઓફશોર એનર્જીના ક્ષેત્રમાં સ્કોટલેન્ડની નિષ્ણાતતાનો લાભ લેવા ગુજરાતનું એક પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડની મુલાકાતે જાય તેવો પ્રસ્તાવ પણ મુખ્યમંત્રીએ રજૂ કર્યો હતો. 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં સ્કોટલેન્ડનું માર્ગદર્શન મળશે ગુજરાત 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે આગળ વધી રહ્યું છે ત્યારે રમતગમત ક્ષેત્રે સ્કોટલેન્ડનો અનુભવ મહત્ત્વપૂર્ણ બની શકે છે. સ્કોટલેન્ડમાં 2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું હોવાથી રમતગમતની સ્પર્ધાઓનું વ્યવસ્થાપન, આધુનિક માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓ માટેની વ્યવસ્થા અને ફિટનેસ કલ્ચરને પ્રોત્સાહન જેવા મુદ્દાઓમાં ગુજરાતને માર્ગદર્શન મળી શકે છે. ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચેના MoUમાં સ્પોર્ટ્સ અને ફિઝિકલ એક્ટિવિટીના ક્ષેત્રમાં સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, રમતગમત સાથે જોડાયેલી સંસ્થાઓ અને નિષ્ણાતો વચ્ચે જ્ઞાન તથા અનુભવોનું આદાનપ્રદાન વધારવાની પણ સંભાવના છે. ઓફશોર એનર્જી માટે ગુજરાતનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય છે. રાજ્ય પાસે લાંબો દરિયાકિનારો હોવાથી ઓફશોર એનર્જીના ક્ષેત્રમાં પણ વિકાસની વિશાળ સંભાવનાઓ રહેલી છે. સ્કોટલેન્ડ ઓફશોર એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નિષ્ણાતતા ધરાવે છે. તેથી આ ક્ષેત્રમાં સ્કોટલેન્ડના અનુભવો અને ટેક્નોલોજીનો અભ્યાસ કરીને ગુજરાતમાં નવી તકો વિકસાવી શકાય છે. આ હેતુથી ગુજરાતનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડ મોકલવાનો વિચાર મુખ્યમંત્રીએ રજૂ કર્યો હતો. સ્કોટલેન્ડનો સહયોગ ગુજરાતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને વધુ ગતિ આપી શકે છે. વેપાર-રોકાણ અને નવીનતાને મળશે પ્રોત્સાહન MoU અંતર્ગત ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા, વેપાર અને રોકાણની નવી તકો શોધવા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે. બંને પ્રદેશના ઉદ્યોગો, વ્યવસાયો, સંસ્થાઓ અને નિષ્ણાતો વચ્ચે સંપર્ક વધારીને પરસ્પર લાભદાયી ભાગીદારી વિકસાવવાનો હેતુ છે. આ ઉપરાંત, સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ ઇકોનોમિક ડેવલપમેન્ટ, નવીનતા, કૌશલ્ય વિકાસ અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાનપ્રદાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બંને પક્ષો પોતાના અનુભવ અને ક્ષમતાઓના આધારે સહયોગનાં નવા ક્ષેત્રો ઓળખશે. યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે પણ જોડાણ વધશે ગુજરાત અને સ્કોટલેન્ડની યુનિવર્સિટીઓ, કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવાની જોગવાઈ પણ MoUમાં સામેલ છે. શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે જ્ઞાન તથા કૌશલ્યના આદાનપ્રદાનની તકો ઊભી થઈ શકે છે. એજ્યુકેશન, સ્કિલિંગ અને રિસર્ચ ઉપરાંત લાઇફ સાયન્સ ક્ષેત્રમાં પણ પરસ્પર સહયોગ વિકસાવવાની સંભાવનાઓ છે. આ સહયોગથી નવીન સંશોધન, તાલીમ અને વ્યાવસાયિક ભાગીદારીને પ્રોત્સાહન મળી શકે છે. સંસ્કૃતિ અને વારસાના આદાનપ્રદાન પર ભાર ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે લોકોના પરસ્પર સંપર્ક અને મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. બંને પ્રદેશના સાંસ્કૃતિક વારસા, સર્જનાત્મક ઉદ્યોગો અને પરંપરાઓના માધ્યમથી લાંબા ગાળાના સંબંધો વિકસાવવાનો પ્રયાસ થશે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરારથી ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે સંસ્કૃતિ, રમતગમત, રિન્યુએબલ એનર્જી અને લાઇફ સાયન્સના ક્ષેત્રોમાં નવી તકો ખુલશે. તેમણે ખાસ કરીને ઓફશોર એનર્જીના ક્ષેત્રમાં સ્કોટલેન્ડની નિષ્ણાતતાનો લાભ ગુજરાતને આપવા ઉત્સુકતા દર્શાવી હતી. વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ મુખ્ય સચિવ એમ.કે. દાસે સ્કોટલેન્ડના પ્રતિનિધિમંડળને આવકારતાં જણાવ્યું હતું કે, રમતગમત, રિન્યુએબલ એનર્જી, આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતનાં ક્ષેત્રોમાં બંને વચ્ચે સહયોગની વ્યાપક સંભાવનાઓ છે. તેમણે જ્ઞાન, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાનથી વધુ ટકાઉ અર્થતંત્ર તરફ આગળ વધવામાં આ MoU ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના કાર્યકારી અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવો તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ MoUથી ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે માત્ર આર્થિક સંબંધો જ નહીં, પરંતુ રમતગમત, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ, સંશોધન અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ લાંબા ગાળાની ભાગીદારી વિકસાવવાનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં SMCના પાણી કાપથી હાલાકી:એક જ રાતમાં ત્રણ જગ્યાએ પાઇપ રીપેર કરતાં અનેક વિસ્તારોમાં જળસમસ્યા, બીજા દિવસે પણ ધીમા પ્રેશરથી પાણી આવતાં નાગરિકો પરેશાન
    Next Article
    વલસાડના આદિવાસી વિસ્તારોમાં વાઘબારસની ઉજવણી:માવલી માતાની પૂજા કરી વાઘદેવને નાળિયેર અર્પણ, ગામની સુખ-શાંતિ માટે પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment