Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશ ટેસ્ટ ટીમમાં તસ્કીન અહમદનું કમબેક:વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી મેચ રમશે, અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં આરામ આપ્યો હતો

    1 day ago

    ઝડપી બોલર તસ્કીન અહમદની બાંગ્લાદેશની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. તે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે. 31 વર્ષીય તસ્કીનને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાંથી આરામ આપ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શુક્રવારે (23 ઑક્ટોબર) વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી. આ મેચ 28 ઑક્ટોબરથી મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. નાહિદ રાણા બહાર, લિટન દાસનું કમબેક નાહિદ રાણા ઈજાની તપાસ માટે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. જૂની ઈજાને કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીજી ટેસ્ટ સુધીમાં તેના કમબેકની શક્યતા પણ ઓછી છે. વિકેટકીપર-બેટર લિટન દાસ ટીમમાં ઉપલબ્ધ રહેશે. હિપની હાડકાની ઈજાને કારણે તે UAEમાં યોજાયેલી ત્રિકોણીય સિરીઝ રમી શક્યો નહોતો. પસંદગીકારોએ તસ્કીન અહમદની સાથે હસન મહમૂદ, ઈબાદત હુસેન અને શોરફુલ ઇસ્લામને પેસ એટેકમાં સામેલ કર્યા છે. તૈજુલ ઇસ્લામ, મેહદી હસન મિરાજ અને નઈમ હસન ટીમના 3 સ્પિનર છે. બાંગ્લાદેશની 15 સભ્યોની ટીમ નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), શાદમાન ઇસ્લામ, તન્ઝીદ હસન, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, લિટન દાસ, તૌહીદ હૃદોય, જાકિર અલી, મેહદી હસન મિરાજ (વાઇસ કેપ્ટન), તૈજુલ ઇસ્લામ, નઈમ હસન, હસન મહમૂદ, તસ્કીન અહમદ, ઈબાદત હુસેન અને શોરીફુલ ઇસ્લામ.
    Click here to Read More
    Previous Article
    ભીમપોર શાળાના પટાંગણમાં જીવંત વીજતાર તૂટ્યો:મોટી દુર્ઘટના ટળી, ગ્રામજનોએ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની માગ કરી
    Next Article
    આયુષ મ્હાત્રેએ હેમસ્ટ્રિંગની સર્જરી કરાવી:2-3 મહિના ક્રિકેટથી દૂર રહેશે, રણજી મેચમાં ઈજા થઈ હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment