Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારિયા અને લોખંડના પાઇપ વડે હુમલો:લોઠપુરમાં જમીનના મનદુઃખે એક જ પરિવારના 2 પક્ષે મારામારી, 3ને ઇજા

    5 दिन पहले

    જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે પૂર્વજોની ખેતીની જમીનને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદે ગઈ કાલે સાંજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. ઘટનામાં બંને પક્ષના લોકોને ઇજા પહોંચતાં બંને તરફથી પોલીસમાં સામસામી ફરિયાદ સાત સામે નોંધાવવામાં આવી છે. ગીતાબેન પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ.35) એ નોંધાવેલી ફરિયાદ મુજબ સાંજે આશરે સાત વાગ્યે રાજા મકવાણા, ભરત મકવાણા સહિત ચાર શખ્સો તેમના ઘર પાસે આવ્યા હતા. તેઓની પૂર્વજોની ખેતીની જમીનના મનદુઃખને કારણે આ શખ્સોએ હુમલો તેઓના સસરાને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો, જ્યારે ગીતાબેનને ધારીયાના ઘા મારી દેતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઉપરાંત લાકડી અને હાથથી માર મારી તેમના પતિને પણ ઈજા પહોંચાડી તેમજ ગાળો અને મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ચોપડે નોંધાવ્યું છે. તો સામે પક્ષે પણ ભરતભાઈ રાજુભાઈ મકવાણાએ વળતી ફરિયાદમાં ખેતીની જમીન અને ચાલવાના રસ્તામાં પથ્થરો તથા માટીના ઢગલા કરી અવરોધ ઉભો કરવા મુદ્દે મનદુઃખ ચાલતું હોય આ રોષે ગીતાબેને લોખંડના પાઇપ વડે ભરતભાઈના માથામાં હુમલો કરી ઈજા પહોંચાડી ઉપરાંત કરશન મકવાણા સાથે અન્ય બે મળી ત્રણેય શખ્સોએ ભરતભાઈ તથા શૈલેષભાઈને માર મારી ગાળો અને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આપી છે. આ અંગે જાફરાબાદ પોલીસે રાજા નાનજીભાઈ, ભરત રાજાભાઈ, શૈલેશ રાજાભાઈ, ભાનુબેન રાજાભાઈ, કરશન નાનજીભાઈ મકવાણા, પ્રવિણ કરશનભાઈ અને ગીતાબેન પ્રવિણભાઈ મકવાણા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિજ પર રોજિંદા વાહન પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા:વડસર સહિતના બ્રિજ ‘પાર્કિંગ પ્લોટ’ બન્યા કાયમી ડેડ લોડથી બ્રિજને નુકસાનનું જોખમ
    Next Article
    Five months on, 250+ foreign medical graduates in Delhi await internship seats after stipend row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment