Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ પર રોજિંદા વાહન પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા:વડસર સહિતના બ્રિજ ‘પાર્કિંગ પ્લોટ’ બન્યા કાયમી ડેડ લોડથી બ્રિજને નુકસાનનું જોખમ

    5 दिन पहले

    હરિયાણા બાદ રાજસ્થાનમાં પણ રોડ-ઘર બહાર પાર્કિંગ બદલ 6 લાખ વાહનને ચલણ આપવા સાથે પોલીસ ફરિયાદની તૈયારી રાજ્ય સરકાર કરી રહી છે. બીજી તરફ વડોદરામાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજ કાયમી પાર્કિંગ પ્લોટ બન્યા છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મંગલેશ્વર ઝાંપા, કાસમઆલા, આરાધના ટોકીઝ, વડસર રોડના બ્રિજ તેમજ વિશ્વામિત્રી અને ખાડી પરના બ્રિજ પર 24 કલાક કાર સહિત ભારે વાહનો ખડકાયેલાં રહે છે. 31 બ્રિજનું પ્રિ-ઓડિટ મુજબ સમારકામ ચાલે છે, પણ ગેરકાયદે પાર્કિંગથી ટ્રાફિક જામ સર્જાય છે અને લાંબા ગાળે બ્રિજને નુકસાનની સંભાવના છે. 15 વર્ષ જૂના આ બ્રિજ 24 કલાક વાહનોનો પાર્કિંગ પ્લોટ બન્યો છે. ત્યાં રાત-દિવસ કાર, ટેમ્પો અને રિક્ષાઓ બેરોકટોક પાર્ક કરાઈ રહી છે. 50 મીટરના અંતરે જ કુંભારવાડા પોલીસ સ્ટેશન છે છતાં ટ્રાફિકને અવરોધે તેવાં વાહનો મૂકવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય નાગરિકોને નિયમો પાળવાની શીખામણ આપતું વડોદરા કોર્પોરેશન પોતે જ કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યું છે. વડસર બ્રિજ પર ખુદ કોર્પોરેશનનાં જ સરકારી ડમ્પરો અને કચરો ઉઘરાવતાં ડોર ટુ ડોરનાં વાહનો લાંબા સમય સુધી પાર્ક કરેલાં જોવા મળ્યાં હતાં. અહીં પાલિકાના ડમ્પર અને સ્વીપર મશીન કાયમી પાર્કિંગ થયેલાં જોવા મળે છે. આ વાહનોના પાર્કિંગને કારણે ત્યાં યોગ્ય રીતે સાફ-સફાઇ પણ થઈ શકતી નથી. બહુચરાજી સ્મશાન રોડ પર આખો બ્રિજ પાર્ક કરેલાં વાહનોથી ભરેલો જોવા મળ્યો હતો. પાલિકાએ અનેકવાર આ રોડ પરથી દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે છતાં ત્યાં વાહન પાર્ક કરતાં તત્ત્વોને જાણે પાલિકા તંત્ર કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. આ બાબત ધ્યાનમાં છે, કાર્યવાહી કરીશું બ્રિજ પર વાહનો પાર્કિંગ થાય છે તે બાબત અમારા ધ્યાને છે. અમે વિવિધ વોર્ડના ઓફિસરો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરીશું. > પ્રશાંત જોશી, કાર્યપાલક ઇજનેર, બ્રિજ પ્રોજેક્ટ પોલીસ કમિશનર બ્રિજને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી શકે પોલીસ કમિશનર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ખાસ જાહેરનામું બહાર પાડીને આવા તમામ બ્રિજને સત્તાવાર રીતે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી શકે છે. કાસમઆલા બ્રિજ: કાસમઆલા બ્રિજ પર ભારદારી વાહનો જમાવડો જોવા મળ્યો હતો. બ્રિજના રોડ-ફૂટપાથ પર 3 મોટા ટેમ્પા સાથે નાના ટેમ્પા અને અનેક કાર મૂકેલી હતી. કેટલાંક વાહનો ટ્રાફિકને અડચણરૂપ હતાં. પાર્કિંગથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બ્રિજ પરનું સ્થિર વજન ચિંતાજનક બની શકે, ઉકેલ જરૂરી બ્રિજ વાહનોની અવર-જવર (લાઇવ લોડ) અને ડેડ લોડ સાથે ડિઝાઇન કરાયો છે. જોકે ભારે વાહનો 24 કલાક પાર્ક રહે તો બ્રિજ પર કાયમી ડેડ લોડ વધે છે. લાંબાગાળે આ સ્થિર વજન બ્રિજને નુકસાન કરે છે. વાહનો થોડો સમય પાર્ક કરાય તો ઠીક છે, પણ રોજ પાર્કિંગ થતું હોય તો લાંબાગાળે ચિંતાજનક બની શકે.જેનો કાયમી ઉકેલ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    સમાની સ્કૂલે અનેક વૃક્ષનું નિકંદન કાઢી નુકસાન પહોંચાડ્યું:પાલિકાના ફળ વનનાં વૃક્ષો કાપતાં સરસ્વતી વિદ્યાલયને 5 લાખનો દંડ
    Next Article
    ધારિયા અને લોખંડના પાઇપ વડે હુમલો:લોઠપુરમાં જમીનના મનદુઃખે એક જ પરિવારના 2 પક્ષે મારામારી, 3ને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment