Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીમપોર શાળાના પટાંગણમાં જીવંત વીજતાર તૂટ્યો:મોટી દુર્ઘટના ટળી, ગ્રામજનોએ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની માગ કરી

    1 day ago

    તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં ગતરોજ ખેતીવાડીનો જીવંત વીજતાર અચાનક તૂટી પડતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં શાળા પરિવાર અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વારંવાર બનતી આવી જીવલેણ ઘટનાઓને પગલે ગ્રામજનોમાં વીજ કંપનીની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે અને વીજ લાઈનોને તાત્કાલિક અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) કરવાની માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભીમપોર ગામની પ્રાથમિક શાળામાં હાલ ૨૯ જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. ગતરોજ શાળાના પટાંગણમાં જ અચાનક ખેતીવાડીનો જીવંત વીજતાર તૂટીને પડ્યો હતો. આ બનાવની જાણ થતાં જ બાળકોના વાલીઓ અને ગ્રામજનોના ટોળેટોળા તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે સ્થાનિકો દ્વારા તાત્કાલિક વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સદભાગ્યે તાર પડ્યો ત્યારે બાળકો સુરક્ષિત અંતરે હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે વીજતાર તૂટી પડવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ જ જગ્યાએ ગામના એક 55 વર્ષીય આધેડ પોતાની મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચાલુ વીજતાર તૂટીને પડ્યો હતો. તે સમયે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી બૂમાબૂમ કરીને તેમનું ધ્યાન દોરતાં આધેડનો જીવ બચી ગયો હતો. શાળાની બિલકુલ બાજુમાં જ વીજ સબ-સ્ટેશન આવેલું હોવાથી ત્યાંથી પસાર થતા જોખમી વીજ વાયરોને કારણે સમગ્ર પંથકમાં અગાઉથી જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને વાલીઓએ ઉગ્ર માંગ કરી છે કે, શાળાના બાળકો અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સબ-સ્ટેશનમાંથી નીકળતા તમામ વીજ વાયરોને તાત્કાલિક અંડરગ્રાઉન્ડ કરવામાં આવે. કોઈ મોટી જાનહાનિ કે ગોઝારી દુર્ઘટના સર્જાય તે પૂર્વે વીજ કંપની પોતાની નિષ્કાળજી ખંખેરીને નક્કર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના દુધરેજમાં IOC પમ્પિંગ સ્ટેશન પર બોમ્બની મોકડ્રીલ:પોલીસ ટીમોએ શંકાસ્પદ બોમ્બ શોધી ડિસ્પોઝ કર્યો, કેટલાક શંકાસ્પદ ઇસમોની અટકાયત
    Next Article
    બાંગ્લાદેશ ટેસ્ટ ટીમમાં તસ્કીન અહમદનું કમબેક:વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી મેચ રમશે, અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં આરામ આપ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment