Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના દુધરેજમાં IOC પમ્પિંગ સ્ટેશન પર બોમ્બની મોકડ્રીલ:પોલીસ ટીમોએ શંકાસ્પદ બોમ્બ શોધી ડિસ્પોઝ કર્યો, કેટલાક શંકાસ્પદ ઇસમોની અટકાયત

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દુધરેજ, વઢવાણ ખાતે આવેલા IOC પમ્પિંગ સ્ટેશન પર મોકડ્રીલનું આયોજન કર્યું હતું. આ મોકડ્રીલ ગુજરાત પોલીસ મહાનિર્દેશક (ઇન્ટે) અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ યોજાઈ. મોકડ્રીલ દરમિયાન, સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી કે દુધરેજ IOCL ખાતે કોઈ અજાણ્યા ઇસમે પાછળની દીવાલ પરથી શંકાસ્પદ બોમ્બ જેવી વસ્તુ ફેંકી છે. IOCL પાઇપલાઇન સ્ટેશનના ઇન્ચાર્જે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતા જ સુરેન્દ્રનગર SOG ટીમ, સિટી એ ડિવિઝન ટીમ, BDDS ટીમ, ડોગ સ્ક્વોડ અને ટ્રાફિક ટીમને જાણ કરવામાં આવી. તમામ ટીમના ઇન્ચાર્જ તેમના સ્ટાફ સાથે તાત્કાલિક IOCL સ્ટેશન પહોંચી ગયા. ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી ગણતરીની મિનિટોમાં શંકાસ્પદ બોમ્બ શોધી કાઢ્યો અને તેને ડિસ્પોઝ કરવાની કાર્યવાહી કરી. કેટલાક શંકાસ્પદ સશસ્ત્ર ઇસમોને પણ અટકાયતમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકાનો વન-ડેમાં બીજો સૌથી મોટો રનચેઝ:ઇંગ્લેન્ડ સામે 430 રન બનાવ્યા, લિયાનાગેએ છગ્ગો ફટકારીને જીત અપાવી
    Next Article
    ભીમપોર શાળાના પટાંગણમાં જીવંત વીજતાર તૂટ્યો:મોટી દુર્ઘટના ટળી, ગ્રામજનોએ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment