Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકાનો વન-ડેમાં બીજો સૌથી મોટો રનચેઝ:ઇંગ્લેન્ડ સામે 430 રન બનાવ્યા, લિયાનાગેએ છગ્ગો ફટકારીને જીત અપાવી

    1 day ago

    શ્રીલંકાએ વન-ડે ટ્રાઈ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 429 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ વન-ડે ક્રિકેટમાં બીજો સૌથી મોટો રનચેઝ છે. ટ્રાઈ સિરીઝમાં ત્રીજી ટીમ યજમાન પાકિસ્તાન છે. રાવલપિંડીમાં ઇંગ્લેન્ડે પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરમાં 4 વિકેટે 429 રન બનાવ્યા. કેપ્ટન હેરી બ્રુકે 116 બોલમાં 202 રન બનાવ્યા. તેણે વન-ડેનો સૌથી ઝડપી બેવડી સદી ફટકારી. જવાબમાં શ્રીલંકાએ 49.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. પવન રત્નાયકે 106 બોલમાં 130 રન બનાવ્યા. દાસુન શનાકા અને અસિથા ફર્નાન્ડોએ પણ 97-97 રનની ઇનિંગ્સ રમી. જ્યારે જનિથ લિયાનાગે 27 બોલમાં 61 રન બનાવીને અણનમ રહ્યો. તેણે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. છેલ્લી ઓવરનો ડ્રામા ENG vs SL મેચ રિપોર્ટ… બેન્ટને શરૂઆત અપાવી, બ્રુકે 400ની પાર પહોંચાડ્યું રત્નાયકેની સદી, શનાકાની ઝડપી ઇનિંગ્સ અને લિયાનાગેની વિનિંગ સિક્સ ---------------------------- હેરી બ્રુકના રેકોર્ડના સંપૂર્ણ સમાચાર વાંચો… 21 ચોગ્ગા, 10 છગ્ગા...116 બોલમાં 202 રન:ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુકે શુભમન ગિલનો રેકોર્ડ તોડ્યો; 114 બોલમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે સૌથી ઝડપી વન-ડે બેવડી સદી ફટકારી છે. તેણે શ્રીલંકા સામેની વન-ડે ટ્રાઇ સિરીઝમાં 116 બોલમાં 202 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. તે વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ઇંગ્લેન્ડના પ્રથમ બેટર બન્યો. બ્રુકે ગુરુવારે ભારતના શુભમન ગિલનો રેકોર્ડ તોડ્યો. ગિલે આ જ વર્ષે વેસ્ટ ઇન્ડીઝ સામે 117 બોલમાં બેવડી સદી ફટકારી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઝારખંડના શિખર મોહનનો ઈન્ડિયા-A ટીમમાં સમાવેશ:ન્યૂઝીલેન્ડ-A સામે બીજી-ત્રીજી ચાર દિવસીય મેચમાં રમશે, રણજીમાં સતત બે સદી ફટકારી
    Next Article
    સુરેન્દ્રનગરના દુધરેજમાં IOC પમ્પિંગ સ્ટેશન પર બોમ્બની મોકડ્રીલ:પોલીસ ટીમોએ શંકાસ્પદ બોમ્બ શોધી ડિસ્પોઝ કર્યો, કેટલાક શંકાસ્પદ ઇસમોની અટકાયત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment