Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિબિરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પરત ફરેલા વિદ્યાર્થીઓનું ગૌરવપૂર્ણ યોગદાન‎:ભોપાલમાં સાબરકાંઠા અને અરવલ્લીના પાંચ યુવાનોનો કેન્દ્રીય મંત્રી સાથે સીધો યુવા સંવાદ

    1 day ago

    મધ્યપ્રદેશના ભોપાલમાં આયોજિત 7 દિવસીય રાષ્ટ્રીય વંદે માતરમ્ શિબિર પૂર્ણ કરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાંચ યુવાનો રાષ્ટ્રીય મંચ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પરત ફર્યા છે. આ શિબિર દરમિયાન યુવાનોએ કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે સીધો યુવા સંવાદ કરીને પોતાના વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા. કેન્દ્રીય યુવા કાર્ય અને રમત-ગમત મંત્રાલય દ્વારા તા. 12 થી 18 ઓક્ટોબર દરમિયાન ભોપાલ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય વંદે માતરમ્ શિબિરનું આયોજન કરાયું હતું. માય ભારત કેન્દ્ર (સાબરકાંઠા-અરવલ્લી)ન ા જિલ્લા યુવા અધિકારી રમેશ આર. કપૂરના નેતૃત્વ હેઠળ પસંદગી પામેલી પાંચ યુવાનોની ટીમે ભાગ લઈ બંને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ રાષ્ટ્રીય શિબિરમાં અરવલ્લી જિલ્લાના માય ભારત સ્વયંસેવક આકાશ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કુ. ધ્રુવી ખાણમા (આર્ટ્સ કોલેજ, મોડાસા) કુ. મનીષા પરમાર (આર્ટ્સ કોલેજ, મોડાસા) આદિત્ય પંડ્યા (બી.એડ. કોલેજ, મોડાસા) વિશ્વરાજસિંહ રાઠોડ (કોમર્સ કોલેજ, હિંમતનગર) જોડાયા હતા. આ રાષ્ટ્રીય શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તેમજ વિકસિત ભારત@ 2047ના સંકલ્પ સાથે જોડવાનો હતો. સાત દિવસ દરમિયાન યુવાનોએ વિવિધ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલીનું આદાન-પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન, નશા મુક્તિ, ઐતિહાસિક સાંચી સ્તૂપ અને ટ્રાઈબલ મ્યુઝિયમની મુલાકાત દ્વારા દેશના સમૃદ્ધ વારસાને રૂબરૂ સમજવાની તક મળી હતી.
    Click here to Read More
    Previous Article
    પીયૂષ ગોયલે કહ્યું- જળવાયુ સંકટ માટે યુરોપ વધુ જવાબદાર:દુનિયાની 17% વસ્તી ભારતમાં, તેમ છતાં કાર્બન ઉત્સર્જનમાં હિસ્સો 3%થી ઓછો
    Next Article
    ઝારખંડના શિખર મોહનનો ઈન્ડિયા-A ટીમમાં સમાવેશ:ન્યૂઝીલેન્ડ-A સામે બીજી-ત્રીજી ચાર દિવસીય મેચમાં રમશે, રણજીમાં સતત બે સદી ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment