Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર અમાનુષી દુષ્કર્મ:બેભાન થતાં આરોપીના પિતાએ દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરી, રક્તસ્ત્રાવથી કિડની-આંતરડાંમાં ઇન્ફેક્શન; 3 દિવસથી મરણ પથારીએ

    12 घंटे पहले

    કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્મા દ્વારા અજાણ્યા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થતાં સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ મામલે પેથાપુર પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને શોધી રહી છે. શું છે સમગ્ર મામલો? ગત 6 ઓગસ્ટના રોજ સગીરા કોલેજ જવા નીકળી હતી અને ત્યાંથી માસીના ઘરે જવાની હતી, પરંતુ આરોપી દિશાંત પથિકાશ્રમથી તેને બાઇક પર બેસાડીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા સગીરાને ગંભીર રક્તસ્રાવ શરૂ થયો હતો. સ્થિતિ બિગડતાં અને સગીરા બેભાન થતાં આરોપીએ પોતાના પિતા ભરતભાઈને જાણ કરી હતી. ત્યારબાદ બાપ-દીકરો સગીરાને રાંધેજા અને ત્યારબાદ પગરવ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પિતાએ સગીરાને પોતાની દીકરી ગણાવી દાખલ કરાવી હતી. જોકે, મોડી સાંજ સુધી સગીરા તેની માસીના ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, ત્યારે બીજા દિવસે સ્થિતિ વધુ વણસતાં આખરે સગીરાના પરિવારને જાણ કરી આરોપી દિશાંત ફરાર થઈ ગયો હતો. હાલ પીડિતાને વધુ સારવાર અર્થે એડવાન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે. આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવાઈ પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી છે અને દુષ્કર્મનું ચોક્કસ સ્થળ નક્કી કરવા સીસીટીવી ફુટેજ ચકાસાઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામૂહિક દુષ્કર્મની શક્યતા નકારવામાં આવી છે, પરંતુ આંતરિક ઇન્ફેક્શનના કારણે સગીરાની હાલત અત્યંત નાજુક હોવાથી તે ભાનમાં આવ્યા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    'ટોક્સિક'ની હિંસાએ 'ધુરંધર' અને 'એનિમલ'ને પણ પછાડી!:બંદૂકો ખૂબ ચાલી પણ વાર્તા એક ડગલું પણ નહીં, 4 મિનિટ 38 સેકન્ડના ટ્રેલરમાં યશનું સ્ટારડમ ઝાંખું પડ્યું
    Next Article
    ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ:મારા ભાઇ-બહેનને ભણાવજો, ત્રણ વખત મમ્મી-પપ્પા મને માફ કરજો લખેલી ચીઠ્ઠી મળતા પોલીસ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment