Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઘુમતી કલ્યાણ સમિતીની ત્રિમાસિક બેઠક, શિષ્યવૃત્તિ, રોજગારી, આવાસ યોજનાની સમીક્ષા:તાપી જિલ્લામાં લઘુમતી લાભાર્થીઓને યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના

    1 day ago

    તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુરુવારે વ્યારા કલેક્ટર કચેરી ખાતે લઘુમતી કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાનના લઘુમતી સમુદાયોના કલ્યાણ માટેના 15 મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં અમલમાં મૂકાતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. લઘુમતી સમુદાયના પાત્ર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શક રીતે મળે તે સુનિશ્ચિત કરવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વ્યારાની બેઠકમાં લઘુમતી સમુદાયના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉત્થાન માટે હાથ ધરાતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ, શાળાકીય શિક્ષણમાં પ્રવેશ વધારવો, ગુણવત્તાયુક્ત શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવવી, ટેકનિકલ તાલીમ દ્વારા કૌશલ્યવર્ધન તેમજ સ્વરોજગાર અને રોજગારીની તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ધિરાણ સહાય ઉપલબ્ધ કરાવવા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત, સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ તથા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા, જરૂરિયાતમંદ પરિવારોને આવાસ સહાય આપવા અને શહેરી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા થઈ હતી. લઘુમતી સમુદાયની વધુ વસતી ધરાવતા વિસ્તારોમાં વિકાસલક્ષી સુવિધાઓ ઊભી કરવા પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ હાથ ધરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કોમી સંવાદિતા અને કાયદો વ્યવસ્થા જાળવવા પર ભાર બેઠકમાં કોમી સંવાદિતા જાળવવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા તેમજ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્તોને સહાય અને પુનઃસ્થાપન માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચા કરી હતી.કલેક્ટર દેવ ચૌધરીએ સંબંધિત અધિકારીઓને યોજનાકીય કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરવા અને સરકારી સહાયનો લાભ ખરેખર પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી:IT કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી 1.07 કરોડ પડાવ્યા, કેમિકલના વેપારીના 18 કરોડ દબાવ્યા, શેરબજારમાં રોકાણના નામે સોનું પડાવ્યું
    Next Article
    પેન્શન કાર્ડના નામે ઠગાઈનો નવો કીમિયો:બે વૃદ્ધ સાથે રૂ. 12.17 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment