Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શન કાર્ડના નામે ઠગાઈનો નવો કીમિયો:બે વૃદ્ધ સાથે રૂ. 12.17 લાખની છેતરપિંડી

    1 day ago

    સિનિયર સિટીઝન્સ સાથે ફ્રોડ કરવા સાઈબર માફિયાએ પેન્શન કાર્ડ બનાવી આપવાના નામે બેંકની પેન્શન કાર્ડ જેવી એપ મોકલી ફોન હેક કરી રૂપિયા પડાવવાની નવી મોડસ ઓપરેન્ડીવાળી બે ઘટના બની છે. દરિયાપુરના નગીનાપોળમાં રહી પર્સ બનાવવાનું કામ કરતા ગુલામનબી શેખ (65)નું બીઓબીની દરિયાપુર શાખામાં એકાઉન્ટ છે. ગત તા. 13મીએ અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે બીઓબી મુંબઈથી ઈમરાન હુસેન બોલતો હોવાનું કહી પેન્શન કાર્ડ બનાવી આપવાની વાત કરી હતી. ત્યારબાદ આરોપીએ વ્હોટ્સએપ પર બીઓબી બેંક સિનિયર સિટીઝન કાર્ડ વેરિફિકેશન એપીકે નામની ફાઈલ મોકલી હતી. વૃદ્ધે આ ફાઈલ ડાઉનલોડ કરી પરમિશન એલાઉ કરી હતી. એપ્લિકેશનમાં વિગતો ભરતાં જ ગુલામનબી શેખના ખાતામાંથી રૂ. 2.40 લાખ ડેબિટ થઈ ગયા હતા. આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાઈ છે. નવરંગપુરાના વૃદ્ધના 9.77 લાખ ડેબિટ થઈ ગયા નવરંગપુરાના આંગન એપાર્ટમેન્ટમાં રહેતા નીતિનભાઈ હાથી (ઉ.વ. 75)એ દિવાળીના વેકેશનમાં નાગપુર જવા Airbnb એપમાં સર્ચ કર્યું હતું. પાનકાર્ડ અપલોડ ન થતાં કસ્ટમર કેરનો સંપર્ક કરતાં અજાણ્યા શખ્સે કસ્ટમર સપોર્ટ એપીકે ફાઈલ મોકલી હતી. બાદમાં બેંક ઓફ ઈન્ડિયા પેન્શન કાર્ડ વેરિફિકેશન ઓનલાઈન એપીકે ડાઉનલોડ થઈ હતી. એપ ડિલીટ કરવા છતાં ખાતામાંથી કુલ રૂ. 9.77 લાખ ડેબિટ થતાં સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    લઘુમતી કલ્યાણ સમિતીની ત્રિમાસિક બેઠક, શિષ્યવૃત્તિ, રોજગારી, આવાસ યોજનાની સમીક્ષા:તાપી જિલ્લામાં લઘુમતી લાભાર્થીઓને યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના
    Next Article
    John Cena Classic's First-Ever WWE Event Has A Huge Problem

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment