Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નીચે દૂધ ટેમ્પો પલટી ગયો:દૂધની થેલીઓ રસ્તા પર વેરવિખેર થઈ, લોકો લેવા દોડ્યા; જાનહાનિ ટળી

    3 days ago

    વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નીચે આજે એક દૂધ ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. આ અકસ્માત વલસાડથી સેલવાસ તરફ જઈ રહેલા ટેમ્પો સાથે થયો હતો. ટર્ન લેતી વખતે ટેમ્પો ડિવાઇડર પર ચડી ગયો અને પલટી મારી ગયો. અકસ્માતને કારણે ટેમ્પાને ઘણું નુકસાન થયું હતું. ટેમ્પામાં ભરેલી દૂધની થેલીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકો મદદ કરવાને બદલે રસ્તા પર પડેલી દૂધની થેલીઓ લેવા માટે દોડ્યા હતા. રસ્તા પરથી દૂધની થેલીઓ ઉઠાવતા લોકોના દૃશ્યો સામે આવ્યા હતા. આ અકસ્માતથી વાહનને નુકસાન થયું હતું અને દૂધની થેલીઓ ફાટી જતા રોડ ઉપર દૂધની નદી વહેવા લાગી હતી. અકસ્માત કેવી રીતે થયો અને ચાલકે કાબૂ કેમ ગુમાવ્યો તેની વધુ વિગતો હજુ જાણી શકાય નથી
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રેલવે અંડરપાસ પાસે કચરાના ઢગલામાં આગ લાગી:કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા, લોકોનું ધ્યાન ખેંચાયું
    Next Article
    ગજવાણી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે સેમીનાર:નવા વિચારો અને સંશોધનને રક્ષણ આપવા છાત્રોને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment