Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રેલવે અંડરપાસ પાસે કચરાના ઢગલામાં આગ લાગી:કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા, લોકોનું ધ્યાન ખેંચાયું

    3 days ago

    હિંમતનગરના ઇન્દ્રનગરથી મહાવીરનગર ચાર રસ્તાને જોડતા રેલવે અંડરપાસ પાસે આજે સવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેનાથી આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું હતું. મળતી માહિતી મુજબ, રેલવે પાટા નજીક આસપાસના વિસ્તારના લોકો કચરો ઠાલવે છે. આ કચરાના ઢગલામાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઇન્દ્રનગર અને મહાવીરનગરને જોડતા આ માર્ગ પરથી પસાર થતા લોકોએ પણ ધુમાડાના ગોટેગોટા જોયા હતા. રેલવે લાઇન નજીક કચરો ઠાલવવાની અને તેના યોગ્ય નિકાલની સમસ્યાને કારણે આવા ઢગલા થાય છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની મેડિકલ લેબ પર સાયબર હુમલો, દર્દીઓનો ડેટા લીક થયો:આ વર્ષે વિશ્વભરમાં હેલ્થકેર સેક્ટર પર 716 હુમલા, એકલા અમેરિકામાં 410
    Next Article
    વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નીચે દૂધ ટેમ્પો પલટી ગયો:દૂધની થેલીઓ રસ્તા પર વેરવિખેર થઈ, લોકો લેવા દોડ્યા; જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment