Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગજવાણી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે સેમીનાર:નવા વિચારો અને સંશોધનને રક્ષણ આપવા છાત્રોને માર્ગદર્શન અપાયું

    3 days ago

    આદિપુરની ગજવાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GIST) ખાતે 15 ઑક્ટોબરે ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સહયોગથી સંસ્થાના IP Cell દ્વારા બૌદ્ધિક સંપદા અધિકારો અંગે જાગૃતિ સત્ર યોજાયું હતું. વીરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર અને રજિસ્ટર્ડ પેટન્ટ એજન્ટ ડૉ. જયવીર શાહે પેટન્ટ, ટ્રેડમાર્ક, ઔદ્યોગિક ડિઝાઇન અને કૉપિરાઇટ અંગે માર્ગદર્શન આપીને નવીન વિચારો તથા સંશોધનકાર્યને કાયદાકીય રક્ષણ આપવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. પ્રારંભે સંસ્થાના આચાર્ય ઉદય ભાનુશાલીએ સ્વાગત પ્રવચન કરી વિદ્યાર્થીઓને સંશોધન અને સર્જનાત્મકતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. IP Cellનાં સંયોજક અને પ્રાધ્યાપક નીકીતા શર્માએ સેલની સ્થાપના, હેતુઓ અને પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક આસ્થા પટેલે કર્યું હતું અને આભારવિધિ નીકીતા શર્માએ કરી હતી. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી જયકિશન હેમનાણી, બી.એડ. કૉલેજનાં આચાર્ય ડૉ. તુલના શર્મા અને ગજવાણી નર્સિંગ કૉલેજનાં આચાર્ય નિધિ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં શૈક્ષણિક સ્ટાફના ભાર્ગવ જોષી, ડૉ. રૂકસાના સિરાચ, દિવ્યા બુલચંદાણી તથા બિનશૈક્ષણિક સ્ટાફના મુકેશ સોલંકી સહિત કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. સંસ્થાએ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન, નવીનતા અને બૌદ્ધિક સંપદાના રક્ષણ અંગે જાગૃતિ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નીચે દૂધ ટેમ્પો પલટી ગયો:દૂધની થેલીઓ રસ્તા પર વેરવિખેર થઈ, લોકો લેવા દોડ્યા; જાનહાનિ ટળી
    Next Article
    'Human Pulled The Trigger, Machine Helped': Ex-CIA Chief On Iran School Bombing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment