Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાઉન્ડ ફ્લોર પર જગ્યા ખાલી હોવા છતાં વ્યવસ્થા નહીં‎:હિંમતનગર કોર્ટ સંકુલમાં નોટરી વકીલો માટે બેસવા સગવડ નથી

    3 days ago

    હિંમતનગરમાં નવીન બનેલ કોર્ટ સંકુલમાં નોટરી વકીલો અને ત્યાં આવતાં અરજદારોને છેલ્લા પાંચ મહિનાથી સંકુલના ગ્રાઉન્ડ ફ્લોર પર પૂરતી જગ્યા ખાલી હોવા છતાં નોટરી વકીલોને બેસવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરાઈ નથી. જેના કારણે વકીલો તેમજ નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જાહેર માર્ગ પર ટેબલ લગાવી ધૂળ ફાંકવા મજબૂર બન્યા છે. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસિએશનના કારોબારી અધ્યક્ષ અને નોટરી એન. જે. રાઠોડ જણાવે છે કે, છેલ્લા પાંચ મહિનાથી આ ગંભીર પ્રશ્ન પડતર જ રહ્યો છે. આ અંગે ડિસ્ટ્રિક્ટ જજને પણ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત અને આવેદનપત્ર અપાયા છે. પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પગલાં લીધા નથી કે નોટરીઓ માટે બેસવાની યોગ્ય સગવડ ઉભી કરી નથી. દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો સ્ટેમ્પ, સોગંદનામું અને અન્ય કાયદાકીય કામગીરી માટે નોટરી પાસે આવે છે. બેસવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે નોટરી વકીલોને રોડની સાઈડમાં જ ટેબલ લગાવી કામ કરવું પડે છે. જેમાં નોટરી અને અરજદારો બંનેને હેરાનગતિ ભોગવવી પડે છે. એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ ખાલી જગ્યામાં તાત્કાલિક ધોરણે નોટરી વકીલો માટે વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં ભંગારના ગોડાઉનમાં આગ:વોર્ડ 3માં ધુમાડાના ગોટેગોટા ફેલાયા, ગેરકાયદે ગોડાઉનો સામે કાર્યવાહીની માગ
    Next Article
    ના. સરોવર ખાતે પ્રસાદ ભવનનો શિલાન્યાસ કરાયો:રામાનંદી-વૈષ્ણવ સાધુ સમાજના આરાધ્યદેવી કમલાદેવી મંદિર ખાતે નવરાત્રી ઉત્સવ સાથે બે દિવસીય કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment