Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ના. સરોવર ખાતે પ્રસાદ ભવનનો શિલાન્યાસ કરાયો:રામાનંદી-વૈષ્ણવ સાધુ સમાજના આરાધ્યદેવી કમલાદેવી મંદિર ખાતે નવરાત્રી ઉત્સવ સાથે બે દિવસીય કાર્યક્રમો યોજાયા

    3 days ago

    નારાયણ સરોવર મધ્યે સમગ્ર રામાનંદ-વૈષ્ણવ પરમ્પરાનાં આરાધ્ય દેવી લક્ષ્મી સ્વરૂપા કમલાદેવી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. અખિલ કચ્છ રામાનંદી સાધુ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણ કરી 2018માં જીર્ણોધ્ધાર કરાયું હતું. આ મંદિરે આવતા યાત્રાળુઓનાં ઉતારા માટે ટ્રસ્ટ દ્વારા શ્રીરામાનાન્દાચાર્ય ભવનનું નિર્માણ કરી તા. 10/10/2024ના લોકાર્પણ કરી ખુલ્લું મૂકાયું છે. 1995થી સાધુ સમાજ દ્વારા શરુ મંદિરની વિકાસગાથાને આગળ વધારતા તા. 17 અને 18/10/2026ના કાર્યક્રમમાં મંદિર પરિસરમાં યાત્રાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા માટે પ્રસાદભવન શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. તા.17ના રાત્રે પ્રસાદભવનનાં શિલાન્યાસના મુખ્ય યજમાન પદનો ચડાવો કરી કુલદીપભાઈ દેવામોરારી (બાબરી હાલે પાટણ)ને યજમાનપદ અપાયું બાદમાં સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનની પધારેલ વૈષ્ણવ સમાજની દીકરી-બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દાંડીયારાસ યોજાયા હતા. તા. 18ના સવારે મહા આરતી કરી હિસાબોનું વાંચન, પ્રસાદભવન બાંધકામ સમિતિની રચના તથા મંદિર વિકાસ માટે જરૂરી વહીવટનાં નિર્ણયો લઇ ઠરાવ કરાયા હતા. બાદમાં સંતો-મહંતોના સામૈયા કરી દીપ પ્રાગટ્ય કરી ધર્મસભા યોજાઈ હતી. કૌશલેન્દ્ર પીઠ-અમદાવાદનાં જગદ્ગુરુ ગુરુ શ્રીરામાચાર્યજી દ્વારા સમાજને રામાનંદ પરમ્પરા મુજબ જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યું. રાપર માનવ ધર્મ આશ્રમ મહામંડલેશ્વર રાજેન્દ્રદાસજી, દ્વારા હિન્દુ ધર્મમાં વૈષ્ણવ પરમ્પરામાં રામાનંદાચાર્યજીના દર્શનશાસ્ત્ર બાબતે તથા તેમના દ્વારા બનાવવામાં આવેલ શિષ્યો કબીરજી તથા રોહીદાસના ભક્તિ માર્ગ બાબતે સમજ આપી હતી. સભામાં 2027ના પાટોત્સવ-અશોક ટીલાવત, ચૈત્રી નવરાત્રી-પ્રેમદાસ વૈષ્ણવ, સોયલા તથા ચેતનાબેન નિમાવત, આસો નવરાત્રી-રામપ્રસાદ તથા કેશવલાલ ટીલાવત, યજમાનો માટેના ચડાવા કરાયા તથા મંદિરના લાભાર્થે, જગન્નાથપુરી યાત્રા પ્રવાસ, ચૈત્ર માસમાં પૂર્વજોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન વગેરે બાબતે કચ્છ સાધુ સમાજ ટ્રસ્ટ પ્રમુખ ભાવેશભાઈ સાધુ દ્વારા જાણકારી અપાઈ. પ્રસાદભવન નિર્માણ માટે તથા મંદિર વિકાસ માટે દાન આપવા સમિતિ અધ્યક્ષ બજરંગ દાસ દ્વારા સમાજને અપીલ કરાઈ, જેન બહોળા પ્રતિસાદ આપી 51,000ના એક તસ્વીર દાન તરીકે 50થી વધુ સમાજબંધુએ દાન માટે નામો નોંધાવ્યા. ધજા આરોહણ યજમાનપદ વાસુદેવ નિમાવત તથા ભરત કુબાવત તથા સમગ્ર મહાપ્રસાદના યજમાન અનિલ વૈષ્ણવ, (બાલેસર) જોધપુર રહ્યા હતા. બાદમાં જગતગુરુ મહામંડલેશ્વર રાજેન્દ્રદાસજી તથા શિલાન્યાસના મુખ્ય યજમાન કુલદીપભાઈ દેવામોરારી, ભાવેશભાઈ, બજરંગ દાસજી, ટ્રસ્ટીઓ વિક્રમભાઈ, મહેન્દ્રભાઈ વગેરે, બજરંગ સાધુ-(ચરલ) સાળંદ, નિખીલભાઈ નિમાવત, કિશોરભાઇ કુબાવત, વાસુદેવભાઈ ભરતભાઈ -રાજકોટ, ભાનુબાપુ નિમાવત, વિનાયકદાસજી-લાઠી, રાધેશ્યામજી વૈષ્ણવ-સાંચોર, જેતમાલસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં પ્રસાદભવન બાંધકામનો શિલાન્યાસ કરાયું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રસાદભવન નિર્માણ માટે નાણાંકીય સહયોગ આપવાની તથા મુખ્યમાર્ગથી મંદિર સુધી મંજૂર માર્ગનું કામ તાત્કાલિક ચાલુ કરાવવાની બાંહેધરી આપી હતી. રાજસ્થાનથી પ્રેમદાસજી,-સોયલા, પ્રોખરાજજી-ઓશિયા, ગોરધનદાસજી-બાલેસર, પ્રેમદાસજી-ખેતાસર, શ્યામસુંદરજી-જોધપુર, શ્રવણદાસજી-જોધપુર, વિરમદાસજી-વડલા, દિનેશજી વૈષ્ણવ, શ્રવણદાસજી-સાંચોરથી હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા રામાનંદી સાધુ સમાજનાં યજમાન પદે આયોજિત કાર્યક્રમ માટે જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ સાધુ સાથે મહામંત્રી વિક્રમભાઈ, ઉ.પ્ર.મહેન્દ્રભાઈ, સમિતિ અધયક્ષ બજરંગદાસ વૈષ્ણવ, સુખદેવ વૈષ્ણવ, મહેન્દ્ર વૈષ્ણવ, ધનેશભાઈ રામાનુજ, નયનભાઈ રામાવત વગેરેએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રાઉન્ડ ફ્લોર પર જગ્યા ખાલી હોવા છતાં વ્યવસ્થા નહીં‎:હિંમતનગર કોર્ટ સંકુલમાં નોટરી વકીલો માટે બેસવા સગવડ નથી
    Next Article
    'Yash Played Ravana And Won Everybody's Love Instead Of Hate': Sai Pallavi At Ramayana Event

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment