Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા:સુરજેવાલાએ કહ્યું, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તમારું શોષણ કરે છે, તેમને વોટથી બદલી નાખો

    1 day ago

    મોરબીના સનાળા-રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરાયું. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોને વીજપોલ માટે જમીનના પૂરતા વળતર સહિત અનેક પ્રશ્નો છે. સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા. માજી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ, પ્રતાપભાઈ દુધાત, મહામદજાવિદ પીરઝાદા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘાર અને મનોજભાઈ પનારા પણ ઉપસ્થિત હતા. આગેવાનોએ સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અને વીજપોલ સામે પૂરતું વળતર આપવાની માંગ કરી. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોના હિતમાં આ માંગ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા:કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું
    Next Article
    દેગમડા બ્રિજ પરથી મહિલાએ નદીમાં છલાંગ લગાવી:સ્થાનિક લોકોએ હોડીની મદદથી તેનો જીવ બચાવ્યો, હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment