Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા:કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું

    1 day ago

    સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાશે. તેની પૂર્વ તૈયારીઓ માટે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લીધી. તેમણે સુરવા હેલિપેડ, LWE ટેન્ટ્સ/PODS આવાસ, ટેબ્લો ડોમ, એકતા પથ, સલામી મંચ, પ્રકાશ પર્વ અને ડેમ વ્યૂ પોઇન્ટ-૧ની મુલાકાત લીધી. ૩૦ ઓક્ટોબરે NSD દ્વારા ‘આનંદમઠ’નું પ્રસ્તુતીકરણ થશે, તેની તૈયારીઓ પણ ચકાસી. વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. તેમાં કાર્યક્રમ સ્થળો, આવાસ, નિર્માણ, ટેબ્લો ડોમ, સલામી મંચ, ભારત પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર ચર્ચા થઈ. આ બેઠકમાં આઈ.બી. ડાયરેક્ટર મહેશ દીક્ષિત, ગુજરાત ચીફ સેક્રેટરી એમ.કે.દાસ, ડીજી સીઆરપીએફ જ્ઞાનેદ્ર પ્રતાપ, નર્મદા નિગમ ચેરમેન મુકેશ પુરી, એડીજી-એસપીજી એસ. સુરેશ, ડીજીપી ગુજરાત જ્ઞાનેદર સિંઘ મલિક, આઈબી સ્પેશિયલ ડિરેક્ટર જગ મોહન અને પ્રિન્સિપાલ સેક્રેટરી હોમ સંજીવ કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    વાપીના છીરીમાં કારચાલકે બાળકને કચડી નાખતા મોત:અઢી વર્ષના રમતા બાળકને અડફેટે લીધું, ઘટના બાદ કારચાલક ફરાર
    Next Article
    મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા:સુરજેવાલાએ કહ્યું, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તમારું શોષણ કરે છે, તેમને વોટથી બદલી નાખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment