Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીના છીરીમાં કારચાલકે બાળકને કચડી નાખતા મોત:અઢી વર્ષના રમતા બાળકને અડફેટે લીધું, ઘટના બાદ કારચાલક ફરાર

    1 day ago

    વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં આવેલા રામનગરની સાંઈ રેસિડેન્સીના પાર્કિંગમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવવામાં આવેલી કિયા કારે અઢી વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં મોત પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નેપાળના કૈલાલી જિલ્લાના અને હાલ વાપીના છીરી વિસ્તારમાં આવેલા રામનગરની સાંઈ રેસિડેન્સીમાં રહીને નોકરી કરતા રૂપેન્દ્ર કેશર કેશીનો અઢી વર્ષનો દીકરો ધીરજ ગત બુધવારે બપોરે આશરે 2:30 વાગ્યે બિલ્ડિંગના પાર્કિંગ ગેટ પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન કિયા કાર નંબર GJ-15-CM-7147 ના ચાલકે કાર ગફલતભરી રીતે હંકારી બાળકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ધીરજના કપાળની જમણી બાજુ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. પડોશી બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અકસ્માાતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતા ઉબેદ ખાન લોહીલુહાણ હાલતમાં પડેલા બાળકને બર્ગમેન મોટરસાઇકલ પર બેસાડીને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ ધીરજને મૃત જાહેર કર્યો હતો. અઢી વર્ષના પુત્રના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. માતા-પિતા સહિત પરિવારજનોનાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. વાપી ટ્રાફિક પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી આ બનાવ અંગે મૃતક બાળકના પિતા રૂપેન્દ્ર કેશર કેશીએ વાપી ટ્રાફિક પોલીસ મથકે પહોંચીને કિયા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી BNSS તથા મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કારચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ:વડોદરા બ્રાન્ચનું પરિણામ 23.09 ટકા નોંધાયું, હર્ષ સરવૈયાએ શહેરમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં મેળવ્યો 16મો રેન્ક
    Next Article
    એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા:કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment