Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ:વડોદરા બ્રાન્ચનું પરિણામ 23.09 ટકા નોંધાયું, હર્ષ સરવૈયાએ શહેરમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં મેળવ્યો 16મો રેન્ક

    1 day ago

    ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬માં લેવાયેલી CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા હાંસલ કરી છે. વડોદરા બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 1325 વિદ્યાર્થીઓ પૈકી 306 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને બ્રાન્ચનું એકંદર પરિણામ 23.09 ટકા નોંધાયું છે. વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50 રેન્કર્સમાં સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. વડોદરાના 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો પરિણામો અનુસાર, વડોદરાના હર્ષ સરવૈયાએ 468 ગુણ મેળવીને સિટીમાં પ્રથમ સ્થાન મેળવવાની સાથે સમગ્ર દેશમાં ઓલ ઈન્ડિયા 16મો રેન્ક (AIR 16) હાંસલ કર્યો છે. આ ઉપરાંત, વ્રજેશ શાંતિલાલ પરમારે 438 ગુણ સાથે સિટીમાં બીજો અને ઓલ ઇન્ડિયા 46મો રેન્ક મેળવ્યો છે. જ્યારે માનુષ શર્માએ 435 ગુણ સાથે સિટીમાં ત્રીજો અને દેશમાં 49મો રેન્ક (AIR 49) મેળવ્યો છે. શહેરના ટોપર્સની યાદીમાં કંજારીયા હર્ષ કરમશીભાઈ 423 ગુણ સાથે ચોથા ક્રમે અને ચૌધરી પાર્થ રમેશભાઈ 420 ગુણ સાથે પાંચમા ક્રમે રહ્યા છે. સમગ્ર દેશના પરિણામ પર નજર કરીએ તો ગ્રુપ-1 માં 23.14 ટકા, ગ્રુપ-2માં 18.92 ટકા તેમજ બંને ગ્રુપમાં 13.21 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે. રોજના 10-11 કલાકનો ગુણવત્તાયુક્ત અભ્યાસ: AIR 49 માનુષ શર્મા દેશમાં 49મો રેન્ક મેળવનાર માનુષ શર્માએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે, આયોજનબદ્ધ અને નિયમિત અભ્યાસ જ સફળતાની ચાવી છે. શરૂઆતથી જ દૈનિક ૧૦ થી ૧૧ કલાક ગુણવત્તાસભર અભ્યાસ કરવાથી છેલ્લા મહિનાઓમાં રિવિઝન માટે પૂરતો સમય મળ્યો હતો. અભ્યાસના ભારણ અને માનસિક થાક (બર્નઆઉટ) થી બચવા માટે તેઓ વચ્ચે વિરામ લેતા હતા તેમજ નિયમિત મોક ટેસ્ટ આપીને પોતાની નબળાઈઓનું સતત વિશ્લેષણ કરતા હતા. હાથમાં કાચ વાગતાં ટાંકા આવ્યા આ પરિણામમાં ઋષિ મહેશ્વરીની દ્રઢ ઇચ્છાશક્તિનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પરીક્ષાના પાંચ દિવસ પહેલાં જ કાચ તૂટતાં તેમના હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા લેવા પડ્યા હતા. તબીબોની મનાઈ હોવા છતાં ઋષિએ હિંમત હાર્યા વિના ડ્રેસિંગ અને ટાંકા સાથે જ પેપરો આપ્યા હતા. પેપર દરમિયાન અસહ્ય પીડાને કારણે પેઈન કિલર લેવી પડતી હતી અને સમયના અભાવે કેટલાક પ્રશ્નો છૂટી ગયા હોવા છતાં, તેમણે કોસ્ટિંગ અને એડવાન્સ અકાઉન્ટ્સમાં એક્ઝેમ્પશન મેળવી કુલ 354 માર્કસ સાથે બંને ગ્રુપ પાસ કરવાની અદભુત સિદ્ધિ મેળવી છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં વડોદરાનું પરિણામ શ્રેષ્ઠ: ચેરમેન જિગર શાહ ICAI વડોદરા બ્રાન્ચના ચેરમેન જિગર શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા સ્તરે બંને ગ્રુપનું સંયુક્ત પરિણામ આશરે 13 ટકા રહ્યું છે, જ્યારે તેની સરખામણીએ વડોદરા શહેરનું પરિણામ ઉત્સાહજનક રીતે આશરે 15 ટકા નોંધાયું છે. વડોદરામાં 70થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે બંને ગ્રુપ સફળતાપૂર્વક ક્લિયર કર્યા છે. વર્ષમાં ત્રણ વખત પરીક્ષા યોજાતી હોવાથી આ વખતે પરિણામ અગાઉ કરતાં લગભગ બમણું અને ઉત્કૃષ્ટ જોવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ પથ્થરમારા કેસમાં 2 વધુ આરોપી ઝડપાયા:કુલ 12 લોકો પકડાયા, 11ના રિમાન્ડ મંજૂર; ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ
    Next Article
    વાપીના છીરીમાં કારચાલકે બાળકને કચડી નાખતા મોત:અઢી વર્ષના રમતા બાળકને અડફેટે લીધું, ઘટના બાદ કારચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment