Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ પથ્થરમારા કેસમાં 2 વધુ આરોપી ઝડપાયા:કુલ 12 લોકો પકડાયા, 11ના રિમાન્ડ મંજૂર; ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ

    7 hours ago

    સોનગઢ નગરમાં તાજેતરમાં બનેલી પથ્થરમારા અને હિંસાની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે વધુ કડક કાર્યવાહી હાથ ધરીને ઉમર અને તાહિર નામના વધુ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં 1 સગીર સહિત કુલ 12 શખ્સો પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. પોલીસે અગાઉ પકડાયેલા 9 આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ અર્થે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે અન્ય ૨ આરોપીઓના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ઘટના પાછળનું ચોક્કસ કારણ, પૂર્વ આયોજન અને હિંસા ભડકાવવામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન પૂછપરછ હાથ ધરાઈ રહી છે. ઘટના બાદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ હિંસક બનાવમાં સામેલ અન્ય ફરાર આરોપીઓને રાઉન્ડઅપ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે અસામાજિક તત્ત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જગત જમાદારને ભારતની ગરજ:અમેરિકામાં ચૂંટણી પહેલાં ડીઝલના ડખા, હવે રિલાયન્સ જ તારણહાર; રૂબિયો 'મારતે ઘોડે' જામનગર પહોંચ્યા
    Next Article
    CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ:વડોદરા બ્રાન્ચનું પરિણામ 23.09 ટકા નોંધાયું, હર્ષ સરવૈયાએ શહેરમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં મેળવ્યો 16મો રેન્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment