Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગત જમાદારને ભારતની ગરજ:અમેરિકામાં ચૂંટણી પહેલાં ડીઝલના ડખા, હવે રિલાયન્સ જ તારણહાર; રૂબિયો 'મારતે ઘોડે' જામનગર પહોંચ્યા

    8 hours ago

    દુનિયાના સૌથી શક્તિશાળી દેશને પોતાની ચૂંટણી જીતવા ભારતની ક્રૂડ ઓઈલ રિફાઈનરીની કેમ જરૂર પડી? આ સવાલ અમેરિકા માટે છે. થોડા સમય પહેલા અમેરિકાએ ભારતને ધમકી આપી કે રશિયાનું ક્રૂડ ઓઈલ ઓછું ખરીદો, સંસદમાં બિલ પણ પસાર કરાવડાવ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનાર દેશો પર 100 ટકા ટેરિફ લાગશે. જ્યારે બીજી બાજુ હમણા થોડા જ દિવસો પહેલા અમેરિકામાં ડિઝલના ભાવ વધી જવાના કારણે અને પોતાની મિડ ટર્મ ઈલેક્શન જીતવા માટે ખુદ અમેરિકા રશિયા પાસેથી ડીઝલ મગાવે છે. જેના જ કારણે ટ્રમ્પના ખાસ અને અમેરિકા સેક્રેટરી માર્કો રૂબિયો દિલ્હી છોડીને જામનગરની મુલાકાતે આવ્યા હતા. તો આ ઓઈલ ગેમમાં અમેરિકાને જામનગરની જરૂર કેમ પડી? શું આ ભારત માટે ફાયદાનો સોદો છે? જો હા તો કેટલો? અને બીજું કે શું આનાથી અમેરિકા ભારતને રશિયાથી દૂર કરી રહ્યું છે? અનેક સવાલોના જવાબો આજે મેળવીએ કારણ કે આ તમારા રસોડાના ગેસના બાટલા અને બાઈક-ગાડીમાં નખાતા પેટ્રોલ-ડીઝલની વાત છે. ટૂંકમાં મુદ્દો તમારા ખિસ્સા સાથે સીધી રીતે જોડાયેલો છે. નમસ્કાર... અમેરિકન સેક્રેટરી માર્કો રૂબિયો ભારત આવ્યા હતા. મુંબઈમાં વિદેશમંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરીને તરત જ જામનગર રિલાયન્સ રિફાઈનરી જતા રહ્યા. આ તેમની ડિપ્લોમેટિક ટૂર ન હતી પણ પ્યોર બિઝનેસ વિઝિટ હતી. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને અડધી રાતે ઉપાડી લીધા એટલે જ વોશિંગ્ટન હવે ગરજના કારણે ભારતને ગર્વથી રિફાઈનિંગ સુપર પાવર ગણાવે છે. પણ આ વખાણ પાછળ એક લાલચ અને જીઓપોલિટિકલ ઘટના છૂપાયેલી છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત અને ખાસ કરીને રિલાયન્સ દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા પાસેથી વધુને વધુ ભારે ક્રૂડ ખરીદે. જી હા! એ જ વેનેઝુએલા જેના રાષ્ટ્રપતિને અમેરિકાએ અડધી રાતે ઉપાડી લીધા હતા અને હાલ તે અમેરિકાની જેલમાં છે. પણ અહીં વાત ખાલી ખરીદી પૂરતી જ નથી. વોશિંગ્ટન ઈચ્છે છે કે ભારતીય ઓઈલ કંપનીઓ વેનેઝુએલાના ખંડેર બની ચૂકેલા ક્રૂડ ઓઈલ વિસ્તારમાં અબજો ડોલરનું રોકાણ કરે. વેનેઝુએલામાંથી નિકોલસ માદુરોને કિડનેપ કર્યા પછી અમેરિકા ત્યાંના ઓઈલ સેક્ટરને ઊભું કરવા માગે છે, પણ પોતાની મૂડીના જોખમે નહીં. અમેરિકાનો પ્લાન એકદમ સિમ્પલ છે વર્લ્ડ માર્કેટમાં રશિયન ક્રૂડના ઓપ્શન તરીકે વેનેઝુએલાનું ઓઈલ આવે, જેથી રશિયાની ઈકોનોમીને ફટકો પડે અને અમેરિકાને ઈન્ડાયરેક્ટલી કમાણી થાય. પણ આની સીધી અસર ભારતના સામાન્ય માણસ અને ઈકોનોમી પર પડી શકે છે. જો ભારત રશિયાનું ક્રૂડ ઓઈલ ઘટાડીને વેનેઝુએલાની અનસ્ટેબલ માર્કેટમાં કૂદકો મારે તો તેની સીધી અસર આપણા ટ્રાન્સપોર્ટેશન અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ પડી શકે છે. ગુજરાત કે ભારતના વેપાર-ઉદ્યોગ માટે ઓઈલ ડિલ કોઈ રિસ્કી શેર બજારના સટ્ટાથી ઓછી નથી. અમેરિકાના ફાયદા માટે ભારતે લોહી રેડવું? ટ્રેડ થિંક ટેન્ક GTRI એટલે કે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવનો રિપોર્ટ ઈન્ડાયરેક્ટલી કહે છે કે અમેરિકા પોતાના જીઓપોલિટિકલ હિતો અને નવેમ્બર 2026ની મિડટર્મ ચૂંટણીઓ જીતવા માટે ભારતનો ઉપયોગ કરી રહ્યું છે. એવામાં સવાલ થાય કે, અમેરિકાની ઘરેલું મજબૂરીઓ સાચવવા ફારતે પોતાનું કેટલું લોહી રેડવું? અને શું તેનો કોઈ મતલબ છે? તો અહીંયા અમેરિકાએ ત્રણ અલગ બાબતોને એકબીજામાં ભેળવી દીધી છે. બજારમાં કાચું ક્રૂડ ઓઈલ ખરીદવું, વેનેઝુએલાના પડી ભાંગેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂપિયા નાખવા અને રશિયાને સાઈડલાઈન કરી દેવું, આ ત્રણેય વચ્ચે જમીન આસમાનનો ફરક છે. દરેકમાં ખર્ચ અને જોખમો અલગ છે, માટે કંપની કે ભારતે ફૂંકી ફૂંકીને છાસ પીવી પડશે. ભારતના નુકસાનની ગેરંટી લેવા અમેરિકાની તૈયાર નહીં શું ભારતે એવી ગેમ્બલનો હિસ્સો બનવું જોઈએ જેમાં નુકસાનની ભરપાઈ માટે અમેરિકા કોઈ ગેરંટી લેવા તૈયાર નથી? શું મોદી સરકાર કે રિલાયન્સ કોઈ લાંબા ગાળાની બાહેંધરી આપવા પહેલા જોખમોનું એનાલિસિસ કરશે? આ સરવાળા બાદબાકીની રમત હવે ડિટેઈલમાં સમજીએ. અમેરિકા પહેલા ભારતે મોટી જીઓપોલિટિકલ ગેમ રમી વોશિંગ્ટન અત્યારે ભારતને એનર્જી ડાયવર્સિફિકેશન એટલે કે ક્રૂડ ઓઈલના નવા ઓપ્શન શોધવાની સલાહ આપી રહ્યું છે, પણ હકિકત એ છે કે ભારત પહેલેથી જ પોતાની રીતે બહુ મોટી જીઓપોલિટિકલ ગેમ રમી ચૂક્યું છે. ભારત પોતાની કૂલ ક્રૂડ ઓઈલની જરૂરિયાતનું 85 ટકા જેટલું ક્રૂડ ઓઈલ વિદેશથી મગાવે છે. વર્ષ 2025-26માં ભારતે વેનેઝુએલા પાસેથી 255 મિલિયન ડોલરનું ક્રુડ ખરીદ્યું હતું. પણ આ વર્ષે એપ્રિલ-ઓગસ્ટ 2026માં આ આંકડો સીધો વધીને 3.58 બિલિયન પર પહોંચી ગયો છે. ભારતે વેનેઝુએલાનું તેલ ખરીદવાનું અચાનક કેમ વધાર્યું? ટૂંકમાં ખાલી પાંચ જ મહિનામાં વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે 14 ગણો ઉછાળો કર્યો છે. આ જ સમયમાં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ખરીદીમાં જોરદાર ઘટાડો થયો છે. જુલાઈમાં ભારત પોતાની જરૂરિયાતનું 51 ટકા જેટલું ક્રૂડ ઓઈલ રશિયાથી મગાવતું હતું જે ઓગસ્ટમાં ઘટીને 45 ટકા જેટલું થઈ ગયું છે. સામે બાજુ અમેરિકા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી જુલાઈના 405 મિલિયન ડોલરથી વધીને 790 મિલિયન ડોરલ થઈ ગઈ છે. ભારત પોતે જ જ્યારે આટું મોટું બેલેન્સિંગ કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર લાગનારા નવા ટેરિફ પણ મોકૂફ રાખ્યા છે. પણ આ કોઈ દયા નથી આ ટ્રમ્પની ગરજ છે. વેનેઝુએલાથી આવતા તેલમાં રિલાયન્સનો દબદબો પણ આ આખી ડિપ્લોમસી પાછળનું અસલી સેન્ટર ગુજરાત અને ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ભારતમાં આવેલા વેનેઝુએલાના કૂલ ક્રૂડમાંથી 74.3 ટકા એટલે કે 2.66 બિલિયન ડોલરનો ક્રૂડ ઓઈલનો જથ્થો એકલા રિલાયન્સે મગાવ્યો હતો. આમાં જામનગર રિફાઈનરીનો ભાગ 47.3 ટકા હતો અને સિક્કા ટર્મિનલનો ભાગ 27 ટકા આસપાસ હતો. બાકીનો વધેલો ઘટેલો ભાગ IOC, HPCL મુદ્રા અને નાયરા એનર્જી વાડીનાર મારફતે આવ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ વેનેઝુએલાની કૂલ ઈમ્પોર્ટમાં રિલાયન્સનો દબદબો 76 ટકા આસપાસ રહ્યો હતો. એટલા માટે જ અમેરિકાનો બધો મદાર જામનગર પર છે. કારણ કે અહીંથી રોજ 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ પ્રોસેસ થઈ શકે એમ છે. અમેરિકા નવેમ્બર 2026ની ચૂંટણી પહેલા ડીઝલની તંગી અને ભાવવધારામાં રિલાયન્સને સંકટ મોચક માની રહ્યું છે. પણ ભારતે અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયોની વિઝિટ પહેલા 15 ઓક્ટોબરે ડીઝલની નિકાસ જકાતમાં પર લિટર 7.50 રૂપિયાનો મોટો ધડાકો કર્યો. મતલબ કે ભારતની રિફાઈનરીઓ હવે અમેરિકામાં ડીઝલની કમી પૂરી કરવા મેદાનમાં ઉતરી ગઈ છે. અમેરિકા ભારતને કેમ રોકાણ માટે કરગરે છે? આંકડાઓ કહે છે કે વેનેઝુએલાના ક્રૂડ ખરીદવામાં આપણે પહેલેથી જ અમેરિકાની મદદ કરી રહ્યા છીએ. તો પછી અમેરિકા ત્યાંના ઓઈલ ફિલ્ડમાં અબજો ડોલરની ભારતીય મૂડી રોકાણ કરવા કેમ કરગરે છે? શું વેનેઝુએલાનું સસ્તું ક્રૂડ ખરેખર ભારત માટે નફાનો સોદો છે? કે આમાં કોઈ જાળ હોઈ શકે છે? વેનેઝુએલાનું તેલ બીજા ક્રુડથી કેવી રીતે અલગ? નાણા મંત્રાલયના આંકડાઓ બૂમો પાડીને કહે છે કે ભારતે સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઈલ કરતાં વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ સરેરાશ 209 ડોલર પ્રતિ ટન સસ્તું ખરીદ્યું છે. પણ એનર્જી સેક્ટરની ઈકોનોમીનો નિયમ છે કે સસ્તી ખરીદીને અંતિમ નફો ન ગણવો જોઈએ. આવું કેમ? કારણ કે વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ એક્સ્ટ્રા હેવી અને સલ્ફરવાળું છે. તેને પ્યોર કરવામાં મોંઘા કેમિકલ પણ વાપરવા પડી શકે અને દરિયાઈ રસ્તાનો નૂરનો એટલે કે જહાજનો ખર્ચો વધી જાય એમ છે. રિફાઈન કર્યા પછી પણ જે માર્જિન બચે છે, એ રશિયન ક્રૂડ ઓઈલના ફાયદા સામે સાવ ઓછો છે. ભારત પોતાના અબજો ડોલર જોખમમાં મૂકશે? બીજી અને સૌથી ભયાનક ટ્રેપ છે ઈન્વેસ્ટમેન્ટની. અમેરિકાની પરમ ઈચ્છા છે કે ભારત વેનેઝુએલાના ખંડેર બની ગયેલા ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂપિયા રોકે. તેને ફરીથી ઊભું કરવા 7-10 વર્ષ અને અંદાજે 75થી 100 બિલિયન ડોલરનો ખર્ચો થઈ શકે એમ છે. સવાલ એ છે કે અમેરિકાના રાજકીય ફાયદા માટે ભારતની કંપનીઓ પોતાના અબજો ડોલર જોખમમાં મૂકશે? અને મૂકે તો કેટલો ફાયદો અને કેટલું નુકસાન? અને કોઈ પણ પગલું લેતા પહેલા ભૂતકાળ ભૂલવો ન જોઈએ. અગાઉ ભારતીય સરકારી કંપની ONGCએ વેનેઝુએલામાં રોકાણ કર્યું હતું. ત્યારે પણ અમેરિકાએ જ પ્રતિબંધો લગાવ્યા અને ONGCના અંદાજે 500 મિલિયન ડોલર વર્ષો સુધી વેનેઝુએલાની બેંકોમાં ફસાઈ ગયા. માંડ જુલાઈ 2026માં આ નાણા પાછા મેળવવાની મંજૂરી મળી છે. જે અમેરિકા ગઈકાલ સુધી વેનેઝુએલા પર બેન લગાવતું હતું તે આજે ત્યાં રોકાણ કરવા ભારતને લલચાવી રહ્યું છે. તો શું આને ભરોસાપાત્ર ડિલ ગણવી જોઈએ કે નહીં? આ સવાલ કંપની અને ભારત બંનેને બિઝનેસ અને ડિપ્લોમસી લેવલે પૂછવો બને. ડબલ ઢોલકી અમેરિકાને ઓળખવું ભારત માટે જરૂરી પણ ભારતે અમેરિકા ડબલ ઢોલકી સ્ટાન્ડર્ડવાળું છે એ પણ ન ભૂલવું જોઈએ. વોશિંગ્ટન સતત ભારતને દબાણ કરી રહ્યું હતું કે તમે રશિયાનું ક્રુડ ખરીદવાનું ઓછું કરો પણ બીજી બાજુ અમેરિકા ખુદ રશિયા પાસેથી ડીઝલ ખરીદી રહ્યું છે. 9 ઓક્ટોબર 2026ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીત થઈ હતી. આ ડીલથી રશિયન સૈન્ય તંત્રને સીધા 500 મિલિયન ડોલર મળી જશે. જો અમેરિકા પોતાની ગરજ માટે રશિયન ક્રૂડ ઓઈલ ખરીદી શકતું હોય, તો ભારતને રશિયા સાથે વેપાર તોડવાની સલાહ આપવાનો તેમનો કોઈ નૈતિક અધિકાર નથી. અમેરિકા માટે રિલાયન્સ પોતાની બેલેન્સશીટ છેડશે? અમેરિકાએ ચૂંટણી પ્રચારમાં એવા પણ દાવા કર્યા છે કે રિલાયન્સ ટેક્સાસના બ્રાઉન્સવિલે પોર્ટ પર 300 બિલિયન ડોલરની નવી રિફાઈનરી બનાવશે. પણ હકિકત એ છે કે આ પ્રોજેક્ટમાં રિલાયન્સનું શરૂઆતનું રોકાણ 40 મિલિયન જેટલું છે. મુકેશ અંબાણીની કંપની જામનગરમાં 10 બિલિયનના ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પર પોતાનું ધ્યાન આપી રહી છે એવા સમાચારો છે, તો તે હવે વેનેઝુએલા કે અમેરિકાના પ્રોજેક્ટ માટે બેલેન્સશીટમાં છેડછાડ કરશે કે નહીં તે જોવાનું રહેશે. પણ ભારત માટે વાત એકદમ ક્લિયર છે. જ્યાં સુધી વેનેઝુએલાનું ક્રુડ સસ્તું મળે છે અને ચોખ્ખો નફો થાય છે, ત્યાં સુધી જ ખરીદવું જોઈએ. એમાં પણ એ ખાલી ટ્રેડિંગને ધ્યાને લઈને જ. ભારતે ક્યારેય અમેરિકા પાસેથી ભવિષ્યની લેખિત કાનૂની ગેરંટી વિના ત્યાં અબજો ડોલરનું રોકાણ કરવાની ભૂલ ન કરવી જોઈએ. જો કે હવે ડિપ્લોમસી અને બિઝનેનો શું સાર નીકળે છે તે જોવાનું રહ્યું. અને છેલ્લે... UNના રિપોર્ટમાં કહેવાયું કે દાઉદ ઇબ્રાહિમ ભારતમાં છે, જેનો ભારતે વાંધો ઉઠાવ્યો. ભારતે કહ્યું કે, દાઉદ 1993થી ભારતમાં મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે અને UNની નોંધ મુજબ તે પાકિસ્તાનમાં રહે છે. એ જ દેશમાં જ્યાં ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકાએ પતાવી નાખ્યો હતો. સવાલ અહીં એ છે કે, UN જેવી સંસ્થામાં આવી ભૂલ માટે જવાબદારી કોણ લેશે? સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    6000 mAh की Battery, Double Screen, 50 MP का Camera | Lava Aura Curve 5G | 23,999 Rupees Phone
    Next Article
    સોનગઢ પથ્થરમારા કેસમાં 2 વધુ આરોપી ઝડપાયા:કુલ 12 લોકો પકડાયા, 11ના રિમાન્ડ મંજૂર; ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment