Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કાળ અને ઓછા ઉતારાથી ખેડૂતોની સરકાર સામે ન્યાયની માંગ:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન અને મગફળીની આવક,પાકમાં ઓછા ઉતારાથી પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર સામે દુષ્કાળ જાહેર કરવાની કરી માંગ.

    7 hours ago

    ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ નવી મોસમની જણસીઓની આવકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, પરંતુ બીજી તરફ અનિયમિત વરસાદ અને દુષ્કાળ જેવા વર્તમાન સંજોગોના કારણે પાકમાં થયેલા ભારે નુકસાનને લઈ ખેડૂતોમાં કળતર અને ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન અને મગફળી સહિતનો પાક વેચવા આવી રહેલા અન્નદાતાઓ જણાવી રહ્યા છે કે ગત વર્ષની સરખામણીએ આ વખતે વાવેતર સામે ઉત્પાદનમાં અડધાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ​માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવેલા ખેડૂત રવિભાઈ ભરાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેઓ જૂનાગઢ યાર્ડમાં પાંચ ખાંડી સોયાબીન લઈને આવ્યા છે. ગત વર્ષે 10 વીઘાના વાવેતરમાં 8 થી 10 ખાંડીનો ઉતારો આવતો હતો, તેની સરખામણીએ આ વર્ષે નબળા વર્ષ અને પૂરતો વરસાદ ન હોવાને કારણે ઉત્પાદન ઘટીને સાવ અડધું એટલે કે માત્ર પાંચ ખાંડી જ રહી ગયું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યાર્ડમાં હાલ માલ ઓછો હોવાથી ભાવ મધ્યમ મળી રહ્યા છે પરંતુ ઉત્પાદન જ નહિવત હોવાથી ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યમાં દુષ્કાળ જાહેર કર્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ ખેડૂતોની પડખે ઊભા રહીને યોગ્ય ન્યાય આપવો જોઈએ. ​સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા અન્ય ખેડૂત રમેશભાઈ ઝાલાએ ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે સરકારી આંકડા મુજબ રાજ્યમાં 55 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, જેની સામે આ વર્ષે 15 લાખ મેટ્રિક ટન પણ થવાની શક્યતા નથી. આ ઉપરાંત સોયાબીનના ઉત્પાદનમાં પણ ગત સાલ કરતા આશરે 40 ટકા જેટલો મોટો કાપ આવ્યો છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની સરકારોએ પોતપોતાના રાજ્યમાં દુષ્કાળ જાહેર કરી દીધો હોવા છતાં ગુજરાત સરકાર ખેડૂતોની આ વિષમ પરિસ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે. તેમણે મીડિયાના માધ્યમથી કૃષિ મંત્રી સામે સવાલ ઉઠાવ્યો હતો કે સરકારને રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવામાં શા માટે સંકોચ થઈ રહ્યો છે? ​બીજી તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ યાર્ડની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં સોયાબીન, મગફળી, તુવેર, ધાણા, ચણા, તલ, અડદ અને એરંડા જેવી વિવિધ જણસીઓની વિપુલ આવક થઈ રહી છે. મુખ્યત્વે સોયાબીનની 30,000 બોરી (આશરે 75,000 મણ) ની બમ્પર આવક નોંધાઈ છે, જેના માટે ગત રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 600 થી વધુ વાહનોને ટોકન આપી સુરક્ષિત રીતે એન્ટ્રી આપવામાં આવી હતી. ભાવ અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સામાન્ય સોયાબીન રૂ. 1200 થી 1400 પ્રતિ 20 કલો વેચાઈ રહ્યું છે, જ્યારે બિયારણ ક્વોલિટી, 1135 નંબર અને ફૂલેસંગમ વેરાયટીના ભાવ રૂ. 1600 સુધી બોલાઈ રહ્યા છે. ​મગફળીની આવક અને ખેડૂતોના પ્રતિભાવ અંગે સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, યાર્ડમાં આજે મગફળીની 8,500 ગુણીની આવક થઈ છે, જેમાં જનરલ મગફળીના ભાવ રૂ. 1300 થી 1600 જ્યારે 66 નંબરની ગુણવત્તાયુક્ત મગફળીના ભાવ રૂ. 2000 પ્રતિ 20 કિલો સુધી મળી રહ્યા છે. જોકે, ચોમાસામાં વરસાદના ખેંચાણને કારણે પાકના ઉતારા પર માઠી અસર પડી છે અને આ વર્ષે ખેડૂતોને ધારેલો ઉતારો મળ્યો ન હોવાના પ્રતિભાવો મળી રહ્યા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બે અલગ અલગ લાઇનમાં ભંગાણ:5 કિલોમીટર વિસ્તારમાં પાણી ફરી વળ્યું;એરફોર્સ લાઇનમાં પડેલું મોટું લીકેજ મહામહેનતે બંધ કરાયું; ટેકનિકલ તપાસ હાથ ધરાઈ
    Next Article
    વઢવાણના દાજીપરા ચક્કર પાસે ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું:વારંવારની સમસ્યાથી રહીશો પરેશાન, કાયમી ઉકેલની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment