Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં આફટર નવરાત્રિ, દિવ્યાંગ ગરબા યોજાયા:શ્રીસાંઈનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો સાથે અનોખી રીતે ઉજવણી કરી, દિવ્યાંગ ગરબા મહોત્સવમાં દિવ્યાંગો મન મૂકીને ગરબે ઘૂમ્યા

    2 days ago

    વડોદરાના સુભાનપુરા સ્થિત ઝાંસીની રાણી મેદાન ખાતે શ્રીસાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ ગરબા મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રભુતા અને સેવાના સંગમ સમાન આ વિશેષ મહોત્સવમાં હજારોની સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. દિવ્યાંગ ગરબા મહોત્સવના આયોજન અંગે વાત કરતા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિઓ નવ દિવસ ગરબા રમે છે, પરંતુ દિવ્યાંગજનો સાથે ગરબા રમતી વખતે જે દિવ્ય આનંદ અને સંતોષ મળે છે તેની સરખામણી ક્યાંય થઈ શકે તેમ નથી. આ દિવ્યાંગ ગરબા મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી પરંતુ સમાજમાં સમાનતા અને સ્નેહ પ્રસારિત કરવાનો સેવાયજ્ઞ છે. દિવ્યાંગજનોને તેમના નિવાસસ્થાનેથી લાવવા-લઈ જવાની વ્યવસ્થાથી માંડીને તેમના માટે ભોજન અને અન્ય તમામ સુવિધાઓ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો અને સ્વયંસેવકો દ્વારા ખડેપેલે પૂરી પાડવામાં આવી હતી. રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરે સહિતની આગેવાન ટીમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અગ્રણીઓ, પોલીસ પ્રશાસન, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા વિવિધ સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો હતો. આ ભવ્ય આયોજન દ્વારા ભક્તિની સાથે-સાથે દિવ્યાંગજનોના સશક્તિકરણ, આત્મવિશ્વાસ અને સમાજસેવાનો એક અત્યંત પ્રેરણાદાયી સંદેશ સમગ્ર શહેરમાં ફેલાયો હતો. અંતમાં તમામ દિવ્યાંગજનોની મનોકામના પૂર્ણ થાય તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે ઉત્સવની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ગીતાબેન મકવાણા, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, ધારાસભ્ય સતિષ પટેલ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભાવો અને આયોજકોની હાજરીમાં દિવ્યાંગ ખેલૈયાઓએ ઢોલના તાલે ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઘડિયાળ ઉદ્યોગના અગ્રણી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાની પ્રાર્થના સભા યોજાઈ:લજાઈ પાસે ઉમા સંસ્કાર ધામમાં શ્રદ્ધાંજલિ અપાઈ; મહિલાઓને રોજગારી અને પ્રવીણસાગર ડેમના નિર્માતા તરીકે યાદ રહેશે
    Next Article
    મોટા વરાછામાં વેલ્ડિંગના તણખાથી ભીષણ અગ્નિકાંડ:ગજેરા કમ્પાઉન્ડમાં 6 ગોડાઉન બળીને ખાખ, સોલાર પેનલ અને ઇવેન્ટનો સામાન સળગી જતાં લાખોનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment