Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘડિયાળ ઉદ્યોગના અગ્રણી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાની પ્રાર્થના સભા યોજાઈ:લજાઈ પાસે ઉમા સંસ્કાર ધામમાં શ્રદ્ધાંજલિ અપાઈ; મહિલાઓને રોજગારી અને પ્રવીણસાગર ડેમના નિર્માતા તરીકે યાદ રહેશે

    2 days ago

    મોરબીના વિશ્વપ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગના અગ્રણી અને અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ભાલોડીયાની પ્રાર્થના સભા લજાઈ ગામ પાસે ઉમા સંસ્કાર ધામ ખાતે યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં વિવિધ ક્ષેત્રના રાજકીય અને સામાજિક આગેવાનો, મોરબીના ઉદ્યોગકારો તેમજ અજંતા-ઓરપેટ કારખાનામાં કાર્યરત હજારો મહિલા કર્મચારીઓએ હાજરી આપીને સ્વર્ગસ્થને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અજંતા ગ્રુપની સફળ સફર અજંતા કંપનીના સ્થાપક ઓધવજીભાઈ ભાલોડીયાએ વર્ષ 1971માં મોરબીના લાટી પ્લોટમાં ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ રાજકોટ રોડ પર વિદેશી ટેકનોલોજી લાવીને મોટા પાયે ઉત્પાદન શરૂ કરાયું હતું. ઓધવજીભાઈના ચાર પુત્રો પૈકી પ્રવીણભાઈએ અજંતા અને ઓરપેટ ગ્રુપને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં અત્યંત મહત્વનું અને યાદગાર યોગદાન આપ્યું હતું. 'જનતા' મોડેલ અને મહિલા રોજગારી પ્રવીણભાઈએ કામગીરી સંભાળ્યા બાદ લોકપ્રિય 'જનતા' મોડેલ બહાર પાડ્યું હતું, જેનાથી અજંતા વિશ્વવિખ્યાત બ્રાન્ડ બની ગઈ હતી. તેમણે ખાસ કરીને મહિલાઓને પગભર કરવા માટે મોટું આયોજન કર્યું હતું. તેમના આ ભગીરથ પ્રયાસોના પરિણામે જ આજે અજંતા અને ઓરપેટ ગ્રુપમાં હજારોની સંખ્યામાં મહિલા કર્મચારીઓ અને દીકરીઓ સન્માનપૂર્વક રોજગારી મેળવી રહી છે. આગેવાનો અને સબંધીઓની ઉપસ્થિતિ ઉમા સંસ્કાર ધામ ખાતે ભાલોડીયા પરિવાર દ્વારા યોજાયેલી આ પ્રાર્થના સભામાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ સ્વર્ગસ્થના જીવનમૂલ્યો અને તેમણે સમાજ માટે આપેલા યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું. સામાજિક કાર્યો અને પ્રવીણસાગર ડેમ પ્રવીણભાઈએ ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત સામાજિક અને જળ સંચયના કાર્યોમાં પણ વિશેષ રુચિ દાખવી હતી. તેમણે પોતાના વતન ચાંચાપર ગામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તે હેતુથી પ્રવીણસાગર ડેમનું નિર્માણ કરાવ્યું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે ઊભા કરેલા રોજગારીના ક્ષેત્રો અને કરેલા સમાજઉપયોગી કાર્યોને કારણે તેઓ સદા અમર રહેશે.
    Click here to Read More
    Previous Article
    કોલેજિયન યુવતીને મળવા દબાણ કરી યુવકે છેડતી કર્યાંનો આક્ષેપ:પીછો કરતા 181 અભયમ ટીમને બોલાવી, પોલીસ મથકમાં યુવતીએ અરજી આપી
    Next Article
    વડોદરામાં આફટર નવરાત્રિ, દિવ્યાંગ ગરબા યોજાયા:શ્રીસાંઈનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો સાથે અનોખી રીતે ઉજવણી કરી, દિવ્યાંગ ગરબા મહોત્સવમાં દિવ્યાંગો મન મૂકીને ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment