Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં યુવતીને ફોન પર અપશબ્દો, જાનથી મારી નાખવાની ધમકી:અભયમ 181ની ટીમે કાઉન્સેલિંગ કરી રાહત અપાવી, હેરાન કરનારે માફી માંગી

    1 day ago

    ભરૂચ જિલ્લામાં એક અવિવાહિત યુવતીને ફળિયામાં રહેતો એક વ્યક્તિ મોબાઈલ ફોન પર સતત અપશબ્દો બોલી માનસિક રીતે હેરાન કરતો હતો. આ અંગે અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અભયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને રાહત અપાવી હતી. યુવતીના જણાવ્યા મુજબ, સંબંધિત વ્યક્તિ તેને જાનથી મારી નાખવાની, બદનામ કરવાની તેમજ તેના ખોટા ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ કારણે યુવતી સતત ભયના માહોલમાં જીવવા મજબૂર બની હતી. મદદ માટેનો કોલ મળતા જ અભયમ 181ની ટીમ સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે અગાઉ સંબંધિત વ્યક્તિએ જાહેરમાં તેનો રસ્તો રોકી મારપીટ કરી હતી, અપશબ્દો બોલી અયોગ્ય વર્તન કર્યું હતું અને હુમલા દરમિયાન તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, સંબંધિત વ્યક્તિ પોતાની પત્ની અંગેની શંકાના આધારે યુવતીને સતત હેરાન કરતો હતો. જોકે, આ સમગ્ર મામલે યુવતીનો કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું હતું. અભયમ 181ની ટીમે યુવતીને માનસિક આધાર આપી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટીમે સમજાવ્યું કે મહિલાને ધમકી આપવી, મારપીટ કરવી, અપમાનજનક વર્તન કરવું, બદનામ કરવાની ધમકી આપવી કે માનસિક હેરાનગતિ કરવી એ કાયદેસર ગુનો બની શકે છે. ત્યારબાદ ટીમે સંબંધિત વ્યક્તિનું પણ કાઉન્સેલિંગ કરી કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપી હતી. કાઉન્સેલિંગ બાદ તે વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી યુવતીની માફી માંગી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ધમકી, હેરાનગતિ કે અયોગ્ય વર્તન નહીં કરવાની લેખિત બાંહેધરી આપી હતી. અભયમ 181ની અસરકારક કામગીરીને કારણે બંને પક્ષો વચ્ચેનો વિવાદ શાંત પડ્યો હતો અને યુવતીને હેરાનગતિમાંથી રાહત મળી હતી. યુવતીએ સમયસર મદદ, સંવેદનશીલ કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન બદલ અભયમ 181ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૈશના 2 આતંકીઓ વડોદરાની 'એમ્બેસેડર હોટલ'માં રહ્યા હોવાનો ઘટસ્ફોટ:કાશ્મીરથી આવેલા આંતકી સાથે મિટિંગ કરી, સંગઠનમાં વધુ લોકોને જોડવા ચર્ચા કરી, મેનેજરે કહ્યું- અમે કોઈને ઓળખતા નથી
    Next Article
    વાવડી રોડની સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું‎:મોરબીમાં જુગારની બદી ફાલીફૂલી, 11 મહિલા સહિત 21 લોકો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment