Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈશના 2 આતંકીઓ વડોદરાની 'એમ્બેસેડર હોટલ'માં રહ્યા હોવાનો ઘટસ્ફોટ:કાશ્મીરથી આવેલા આંતકી સાથે મિટિંગ કરી, સંગઠનમાં વધુ લોકોને જોડવા ચર્ચા કરી, મેનેજરે કહ્યું- અમે કોઈને ઓળખતા નથી

    1 day ago

    ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સિદ્ધપુર, બનાસકાંઠા અને ભરૂચ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 13 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ 13 પૈકી 2 આતંકી વડોદરાના સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાશ્મીરથી એક આતંકવાદી વડોદરા આવ્યો હતો. જેણે પકડાયેલા બે આતંકીઓ સાથે વડોદરામાં મિટિંગ કરી હોવાનું ખુલ્યું છે. એટીએસની ટીમ અહમદ ગાજીવાલાને લઈ વડોદરાની એમ્બેસેડર હોટલમાં પહોંચી હતી અને તપાસ કરી હતી. વડોદરાની હોટલ સાથે જોડાઈ હતી. જ્યારે તપાસમાં વધુ મહત્ત્વના પુરાવા મળશે. બંને આતંકીઓ કાશ્મીરથી આવેલા એક આંતકી સાથે મીટીંગ કરી હતી આતંકવાદી અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા થોડા સમય અગાઉ સયાજીગંજની એમ્બેસેડર હોટલમાં આવ્યા હતા. બંને હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં જ રોકાયા હતા. તેઓ રેલવે સ્ટેશન નજીક કેટલાક વિસ્તારમાં ફર્યા હતા. ત્યારે કાશ્મીરથી એક એક્ટિવ આતંકી આવ્યો હતો. જ્યાં બને જણા તેને મળ્યા હતા. ત્રણેયે રેલવે સ્ટેશન નજીક મિટિંગ કરી હતી. જેમાં લોકોને કેવી રીતે વધુમાં વધુ સંગઠનમાં જોડવા તેની ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ તેઓ પરત હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં આવી ગયા હતા. એટીએસ અહમદ ગાજીવાલાને સાથે રાખી રેલવે સ્ટેશન વિસ્તાર, મ.સ.યુનિવર્સિટી તરફના રોડ પર લઈને ફરી હતી અને જરૂરી કાર્યવાહી કરીને મહત્ત્વના પૂરાવાઓ એકત્રિત કર્યા હતા. એમ્બેસેડર હોટલ સયાજીગંજ પોલીસ સ્ટેશનથી ફક્ત 500 મિટરના અંતરે આવેલી છે. અહમદ ગાજીવાલા મુળ મહેસાણાનો છે. તેના પિતાનું મોત થયું હતું. જ્યારે અહમદની માતા મુળ પાલનપુર ભાગળની હોવાથી તે અહમદને સાથે લઈ ભાગળ ગામે રહેતી હતી. એમ્બેસેડર હોટલના માલિક અમ્માર શાજી છે, તેઓ પણ મુળ ભાગળ ગામના રહેવાસી છે. જોકે તે વર્ષોથી વડોદરામાં રહે છે અને હોટલ ચલાવે છે. હોટલના કોઈ સ્ટાફની સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમ્માર શાજીએ તેઓ કોઈને ઓળખતા ન હોવાનું કહી દીધું હતું. આતંકીઓ સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા એટીએસે મુળ મધ્યપ્રદેશ દેવાસના 18 વર્ષીય આતંકી બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા ઉર્ફે અબુ દુજાણાની ધરપકડ કરી હતી. ત્યારે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તે એક કાર સાથે ખૂબ ફોટો પડાવતા હતા. જોકે તે કારની પણ વિગતો પાલનપુર ભાગળના સરનામા પર જ હોવાનું જાણવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર તમામ આતંકીઓ એક્ટિવ રહેતા હતા અને તેના માધ્યમથી જ એક બીજા સાથે સંપર્કમાં રહેતા હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેઓ એક બીજાને ફોલો કરે છે. આ ઉપરાંત ધર્મને લાગતા કેટલાક સાહિત્ય, વીડિયો સહિત તેમાં શેર કરતા રહે છે. પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હોટલ મનેજરે કહ્યું- ‘અમે કોઈને ઓળખતા નથી’ એમ્બેસેડર હોટલના મેનેજર સફવાન શાહજીએ જણાવ્યું હતું કે, અહીંથી એવું કંઈ શંકાસ્પદ મળ્યું નથી. આ 5-6 મહિના પહેલાની વાત છે. ATSની ટીમ જે છોકરાને સાથે લઈને આવી હતી, તેણે કહ્યું કે હું અહીંયા ફક્ત 15થી 30 મિનિટ માટે સર્વન્ટ રૂમમાં ફ્રેશ થવા રોકાયો હતો અને પછી તરત જ નીકળી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ATSની ટીમે અમારા તમામ સ્ટાફને બોલાવીને પૂછપરછ કરી કે શું તેઓ આ વ્યક્તિને ઓળખે છે? પરંતુ અમારા સ્ટાફે જણાવ્યું હતું કે, તેઓ તેને ઓળખતા નથી. અમે પણ તેને પૂછ્યું કે, શું તે અમને ઓળખે છે, તો તેણે પણ ના પાડી. અમે જિંદગીમાં ક્યારેય તેને જોયો નથી, આ પહેલી જ વાર એ વ્યકિતનો ચહેરો જોયો છે. ATSની ટીમે બધું ચકાસ્યું હતું. પણ અહીંથી કશું જ મળી આવ્યું નથી. 5-10 મિનિટમાં જ ATS ની ટીમ અહીંથી તપાસ પૂરી કરીને જતી રહી હતી. અહીંથી કોઈ પુરાવો કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ સમાચાર પણ વાંચોઃ ઉ.ગુજરાત આતંકીઓનો ગઢ, વધુ 5 સહિત 15 દિવસમાં 13 ઝડપાયા:8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું, કાશ્મીરમાં AK-47ની ટ્રેનિંગ લીધી, ગુજરાત ATSએ પાર પાડ્યું ઓપરેશન ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપી લેવાયા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરી નિવેદન લીધા હતા, જે બાદ પાંચની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા. આ આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ ત્રણ દાવત આપવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષા અગાઉ આપઘાત કરનાર કહાનના પિતા કોંગ્રેસના ધરણામાં પહોંચ્યા:કોંગ્રેસ કાર્યાલયના ગેટ બંધ, બહાર ભાજપ ધરણા કરી શકે એટલે 2000 પોલીસકર્મીના કાફલો ખડક્યો
    Next Article
    ભરૂચમાં યુવતીને ફોન પર અપશબ્દો, જાનથી મારી નાખવાની ધમકી:અભયમ 181ની ટીમે કાઉન્સેલિંગ કરી રાહત અપાવી, હેરાન કરનારે માફી માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment