Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા ક્રાઈમ અપડેટ:ફેક્ટરી ચોરીનો ભેદ ઉકેલાયો, સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ અને ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં પોલીસે ગુનાખોરી સામે ત્રણ અલગ-અલગ કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે જલારામ પાઇપ ફેક્ટરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બીજી તરફ AHTU ટીમે હિંમતનગરમાં સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી બે સામે ગુનો નોંધ્યો છે. જ્યારે પ્રાંતિજ પોલીસે 997.7 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જલારામ પાઇપ ફેક્ટરીમાં ચોરીનો ભેદ ઉકેલાયો હિંમતનગર ગ્રામ્ય પોલીસે વાસણા (દાવડ) ગામની જલારામ પાઇપ ફેક્ટરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રવિણભાઈ કોદરભાઈ વાઘરી, વિજય મુકેશભાઈ વાઘરી અને ભાવેશ પ્રવિણભાઈ વાઘરી પાસેથી રૂ.1.36 લાખની 24 લોખંડની રીંગો તથા રૂ.30 હજારની CNG રિક્ષા મળી કુલ રૂ.1.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પૂછપરછમાં ત્રણેયે અંકિત ઉર્ફે બળવંત સાથે 23-24 સપ્ટેમ્બરની રાત્રે ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. હિંમતનગરમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ હિંમતનગર બાયપાસ રોડ પર સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા વિરા સ્પામાં AHTU ટીમે દરોડો પાડી દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ યુવતીઓને મુક્ત કરાવી બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ડમી ગ્રાહક મારફતે કરાયેલી કાર્યવાહીમાં રૂ.1,000 એન્ટ્રી ફી અને ‘એક્સ્ટ્રા સર્વિસ’ માટે રૂ.2,000થી રૂ.3,000 લેવાતા હોવાની માહિતી મળી હતી. પોલીસે રૂ.3,000 રોકડ અને બે મોબાઇલ સહિત રૂ.13,000નો મુદ્દામાલ કબજે કરી ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. પ્રાંતિજમાંથી 997.7 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો સાબરકાંઠા SOG પોલીસે બાતમીના આધારે પ્રાંતિજના મોયદ ગામની સીમમાં વોચ ગોઠવી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. રૂપપુરાથી માઢા તરફ જતા રોડ પર બજાજ પ્લેટિના મોટરસાઇકલ નં. GJ-09-GL-7038 પર આવેલા ગજેન્દ્રસિંહ જગતસિંહ ઝાલાની તપાસ કરતાં 997.7 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.49,885 હોવાનું પોલીસે જણાવ્યું છે. મોટરસાઇકલ રૂ.30 હજાર અને મોબાઇલ રૂ.5 હજાર સહિત કુલ રૂ.84,885નો મુદ્દામાલ કબજે કરાયો છે. પુરવઠો કરનાર લક્ષ્મણ ઉર્ફે લાલોની શોધખોળ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    છેલ્લી મિનિટમાં ગોલ કરીને ભારતે પાકિસ્તાનને હરાવ્યું:એશિયન ગેમ્સ હોકીની ફાઇનલમાં પહોંચ્યું, કેપ્ટન હરમનપ્રીતે 2 ગોલ ફટકાર્યા
    Next Article
    કાલાવડમાં લોનના બહાને 14 વીઘા જમીન હડપી:જમીન પરત આપવા ખેડૂત પાસે 3 કરોડ માગ્યા; ખેડૂતે 9 વીઘા જમીન વેચી 1.25 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા; અલ્પેશ દોંગા સહિત 5 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment