Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં લોનના બહાને 14 વીઘા જમીન હડપી:જમીન પરત આપવા ખેડૂત પાસે 3 કરોડ માગ્યા; ખેડૂતે 9 વીઘા જમીન વેચી 1.25 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા; અલ્પેશ દોંગા સહિત 5 સામે ફરિયાદ

    1 day ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામે રહેતા ખેડૂત પરેશભાઈ સોજીત્રા સાથે 20 લાખ રૂપિયાની લોન આપવાના બહાને 14 વીઘા જમીન પચાવી પાડવાની ગંભીર છેતરપિંડી આચરવામાં આવી છે. વ્યાજખોરોએ જમીન પરત આપવા માટે ખેડૂત પાસેથી 1.25 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ દોંગા સહિત 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. વ્યાજે લોન આપવાના બહાને ઠગાઈ આરોપીઓએ ખેડૂત પરેશભાઈને 2.5% માસિક વ્યાજના દરે લોન આપવાની લાલચ આપી હતી. નાણાંની લેવડદેવડ દરમિયાન આરોપીઓએ ખેડૂત પાસેથી કોરા ચેક અને જમીનના કાગળો મેળવી લીધા હતા. આરોપીઓએ માત્ર 15.20 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી. સાદા લખાણની આડમાં આરોપીઓએ ખેડૂતની 14 વીઘા જમીન વાઘુ વીરા ડાંગરના નામે કરાવી લીધી હતી. જમીન પરત મેળવવા કરોડની ખંડણી જ્યારે ખેડૂતે પોતાની જમીન પરત માંગી ત્યારે આરોપીઓએ જમીન ખાલી કરવા માટે ₹3 કરોડની ભારે ખંડણી માંગી હતી. આખરે ખેડૂતે મજબૂર થઈને પોતાની જમીન પરત મેળવવા માટે ₹1.25 કરોડ ચૂકવવા પડ્યા હતા. આ મોટી રકમ ચૂકવવા માટે ખેડૂતે પોતાની 9 વીઘા જમીન પણ વેચવી પડી હતી. ખેડૂતને આર્થિક રીતે પાયમાલ કરી દેતાં આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ પીડિત ખેડૂતની ફરિયાદના આધારે કાલાવડ પોલીસે અલ્પેશ દોંગા, અક્ષિત અકબરી, આકાશ ડાંગર, વાઘુ વીરા ડાંગર અને રણજીત કાનભાઈ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે BNS ની સંબંધિત કલમો અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની દિશામાં તપાસ ચાલુ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા ક્રાઈમ અપડેટ:ફેક્ટરી ચોરીનો ભેદ ઉકેલાયો, સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ અને ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    Next Article
    યુવતીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ, આરોપી સામે ફરિયાદ:ચાણસ્માના એક ગામની યુવતીએ વાતચીત બંધ કરતા આરોપીએ અન્ય ફોટા વાયરલ કરવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment