Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ, આરોપી સામે ફરિયાદ:ચાણસ્માના એક ગામની યુવતીએ વાતચીત બંધ કરતા આરોપીએ અન્ય ફોટા વાયરલ કરવાની ધમકી આપી

    14 hours ago

    ચાણસ્માના એક ગામની 21 વર્ષીય યુવતીના અંગત ફોટા તેના ભૂતપૂર્વ પ્રેમી બાબુજી મફાજી ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા છે. યુવતીએ વાતચીત બંધ કરતા ગુસ્સે ભરાયેલા આરોપીએ તેને બદનામ કરી અન્ય ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતી અને બાબુજી વચ્ચે આશરે 3 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી, જે પ્રેમસંબંધમાં બદલાઈ. લગભગ 1 વર્ષ પહેલાં બંને મોઢેરા નર્મદા કેનાલ પાસે મળ્યા હતા, જ્યાં ફોટા પાડ્યા હતા. છેલ્લા 20 દિવસથી યુવતીએ બાબુજી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. તેનાથી નારાજ થઈને બાબુજીએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી jay_gebiyapir_dada_ પરથી ફોટા વાયરલ કર્યા. તેણે યુવતીના ઘરે આવીને બીજા ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાં લોનના બહાને 14 વીઘા જમીન હડપી:જમીન પરત આપવા ખેડૂત પાસે 3 કરોડ માગ્યા; ખેડૂતે 9 વીઘા જમીન વેચી 1.25 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા; અલ્પેશ દોંગા સહિત 5 સામે ફરિયાદ
    Next Article
    મોરબીમાં શહીદ જવાનોના પરિવારનું સન્માન કરાયું:નવયુગ સંકુલ ખાતે પ્રભારી મંત્રી અને સાંસદની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment