Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ લો કોલેજમાં ઓછી હાજરી દર્શાવી વિદ્યાર્થીઓને પરીક્ષાથી રોક્યા:સંચાલક મંડળની ખાતરી છતાં ટર્મ મંજૂર ન થતા ઇનચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં રોષ

    1 day ago

    વલસાડની શાહ K.M. લો કોલેજમાં ઓછી હાજરીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતા ભારે વિરોધ નોંધાયો છે. ઇનચાર્જ આચાર્ય ડૉ. હેમલતાબેન પરમારના આ નિર્ણય સામે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સંચાલક મંડળની ઓફિસે પહોંચીને હંગામો મચાવ્યો હતો. પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીઓને અટકાવવામાં આવતા વાતાવરણ ગરમ બન્યું હતું. સંચાલકોની બાંયધરી છતાં ટર્મ અમાન્ય મંડળના માનદ મંત્રી કીર્તિભાઈ દેસાઈએ 12 ઓક્ટોબરે ઇનચાર્જ આચાર્ય ડૉ. હેમલતાબેન પરમારને લેખિત પત્ર પાઠવ્યો હતો. તેમણે વધારાના વર્ગો ચલાવીને 20 વિદ્યાર્થીઓની હાજરી પૂરી કરાવવાની અને પરીક્ષામાં બેસવા દેવાની ખાતરી આપી હતી. તેમ છતાં, પ્રિન્સિપાલે આ બાંયધરી નકારીને ટર્મ મંજૂર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આરોપો કોલેજના વિદ્યાર્થી વત્સલ પટેલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ખોટા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનારાઓને પરીક્ષામાં બેસવા દેવાયા છે. જ્યારે બીજી તરફ નિયમિતપણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય કરીને પરીક્ષા આપતા રોકી દેવામાં આવ્યા છે. આ ભેદભાવપૂર્ણ નીતિ સામે વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપી ગયો છે. પરીક્ષાના દિવસે પ્રવેશ અટકાવ્યો કોલેજની વિદ્યાર્થીની શીતલ ભરવાડે વિગતો આપતા જણાવ્યું કે કુલ 18 માંથી 16 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવ્યા છે. પરીક્ષાના દિવસે જ તેમને કોલેજ કેમ્પસમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાતા સંચાલક મંડળ સમક્ષ ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મ:લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી; સુરેન્દ્રનગરના આરોપીની ધરપકડ
    Next Article
    ચંડી પડવા-દિવાળી પૂર્વે સુરતમાં ફૂડ વિભાગના દરોડા:15 સ્થળેથી માવા-ઘારીના સેમ્પલ લેવાયા, 2-3 દિવસમાં રિપોર્ટ આવશે; 15 ટીમે દૂધના માવા બનાવતી પેઢીમાં તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment