Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મ:લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી; સુરેન્દ્રનગરના આરોપીની ધરપકડ

    1 day ago

    જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સુરેન્દ્રનગરના યુવકની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી લગ્નની લાલચ આપી હતી. આ લાલચ આપીને તેણે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન સગીરાને નવ માસનો ગર્ભ રહી ગયો હતો. આરોપીએ સગપણ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. જામજોધપુર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને જામજોધપુર લાવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સસ્તા ભાવે પ્લોટની લાલચમાં અમદાવાદના બિલ્ડરે લાખો ગુમાવ્યા:ગાંધીનગરમાં ખેડૂતની જાણ બહાર જમીનનો સોદો કરી 51 લાખની ઠગાઈ, હાંસોલના ભેજાબાજ વિરુધ ગુનો દાખલ
    Next Article
    વલસાડ લો કોલેજમાં ઓછી હાજરી દર્શાવી વિદ્યાર્થીઓને પરીક્ષાથી રોક્યા:સંચાલક મંડળની ખાતરી છતાં ટર્મ મંજૂર ન થતા ઇનચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment