Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભંડારીયામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:રૂ. 51 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર ફરાર

    1 day ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા માટે હાથ ધરેલી કડક ઝુંબેશ અંતર્ગત એક સફળ કામગીરી કરી છે. એલ.સી.બી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભંડારીયા ગામે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂની કુલ 161 બોટલો ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી રૂ. 51 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે પાડી રેડ એલસીબી કચેરીમાંથી મળતી વિગતો અનુસાર, LCBનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભંડારીયા ગામે રહેતો ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઉક્ત મકાન પર દરોડો પાડ્યો હતો. પંજાબ માર્કનો દારૂ ઝડપાયો પોલીસે મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ દારૂની બોટલો પર 'ફોર સેલ ઇન પંજાબ ઓન્લી' લખેલું સીલપેક માર્કિંગ જોવા મળ્યું હતું. જેમાં ​રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 750 MLની 48 બોટલ કિંમત રૂ.32,928 તથા ​રોયલ સ્ટેગ વ્હીસ્કી 180 MLની 113 બોટલ કિંમત રૂ.18,532 મળી ​કુલ રૂ.51,460 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ચક્રોગતિમાન કર્યા છે. આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન પોલીસ દરોડા દરમિયાન આરોપી ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે દારૂનો તમામ જથ્થો જપ્ત કરી ફરાર આરોપી વિરૂદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જીસેટમાં AI ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંપન્ન:વિવિધ ક્ષેત્રોમાં AI ના ઉપયોગ પર એક સપ્તાહ ચર્ચા
    Next Article
    CVM યુનિવર્સિટીએ એક વર્ષમાં 200થી વધુ MoU કર્યા:વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણ અને પ્લેસમેન્ટની તકો મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment