Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થારની માલિકી મામલે મામા-ભાણિયા વચ્ચે મારામારી:રસ્તો વચ્ચે ભાણિયો ગાડી પર ચઢી ગયો, મામાને માર માર્યાંનો આક્ષેપ, ભાણિયા સહિત ત્રણની ધરપકડ

    1 day ago

    શહેરના ગુરુકુળ રોડ પર રાતના સમયે મામા અને ભાણિયા વચ્ચે મારામારી થઈ હતી. થાર ગાડીની માલિકી માટે બંને સામસામે આવી ગયા હતા. આ મારામારી દરમિયાન ભાણિયો શર્ટના બટન ખુલ્લા રાખીને થાર પર ચઢી ગયો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. મારામારી મામલે મામાએ ભાણિયા વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મામાએ ભાણિયાના નામે ગાડી લીધી, હપ્તા પોતે ભરે છે ન્યૂ રાણીપમાં રહેતા જીગર પુરોહિતે ફરિયાદ નોંધાવી છે કે, ભાણિયા ચંદ્રપ્રકાશસિંહ પુરોહિતના નામે થાર ગાડી ખરીદી હતી. જેના હપ્તા પણ જીગર ભરે છે. 21 ઓક્ટોબરે રાતના સમયે જીગર તેની પત્ની અને મિત્ર સાથે ગુરુકુળ ત્રણ રસ્તા પાસે વડાપાવ ખાતો હતો. ત્યારે ચંદ્રપ્રકાશ પુરોહિત, નારાયણસિંહ પુરોહિત અને મિલન શાહ ત્યાં આવ્યા હતા. ગાડીની માલિકી બાબતે ચંદ્રપ્રકાશે જીગર સાથે ઝગડો કર્યો હતો, જે બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. ગાડીની માલિકી મુદ્દે બબાલ કરી ભાણિયાએ મામાને માર માર્યો ચંદ્રપ્રકાશ, નારાયણ અને મિલને ભેગા મળીને જીગર અને તેના મિત્રને માર માર્યો હતો. ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન ચંદ્રપ્રકાશ થાર ગાડી પર પણ ચઢી ગયો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. બનાવની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનિયા ગાંધી પહેલીવાર સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું:નવી પુસ્તકનું વીડિયો કવર શેર કર્યું; 25 કરોડ જેન-ઝી યુઝર્સ સુધી પહોંચી શકે છે
    Next Article
    સસ્તા ભાવે પ્લોટની લાલચમાં અમદાવાદના બિલ્ડરે લાખો ગુમાવ્યા:ગાંધીનગરમાં ખેડૂતની જાણ બહાર જમીનનો સોદો કરી 51 લાખની ઠગાઈ, હાંસોલના ભેજાબાજ વિરુધ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment