Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંડી પડવા-દિવાળી પૂર્વે સુરતમાં ફૂડ વિભાગના દરોડા:15 સ્થળેથી માવા-ઘારીના સેમ્પલ લેવાયા, 2-3 દિવસમાં રિપોર્ટ આવશે; 15 ટીમે દૂધના માવા બનાવતી પેઢીમાં તપાસ કરી

    1 day ago

    ચંડી પડવા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતીઓ તહેવારો દરમિયાન કરોડો રૂપિયાની ઘારી અને મીઠાઈ આરોગી જતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા પાલિકાએ તાબડતોબ 15 અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારી છે. આ ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં 15 જેટલા ઉત્પાદન એકમો અને દુકાનોમાંથી દૂધના માવા તેમજ ઘારીના સેમ્પલ એકત્ર કર્યા છે. આ તમામ નમૂનાઓને તાત્કાલિક ગુણવત્તા ચકાસણી અર્થે લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘારી માટે બનતા માવાના ઉત્પાદન એકમોમાં તપાસ સુરત શહેરમાં આગામી દિવસોમાં આવી રહેલા ચંડી પડવાના પર્વ નિમિત્તે જાહેર જનતા દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઘારીનો વપરાશ કરવામાં આવે છે. ઘારી બનાવવા માટે મુખ્યત્વે દૂધના માવાનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી, અખાદ્ય કે ભેળસેળયુક્ત માવો બજારમાં ન ઘૂસે તે હેતુથી મહાનગરપાલિકા કમિશનર અને મુખ્ય આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની ટીમોએ શહેરમાં માવાનું ઉત્પાદન કરતી મુખ્ય પેઢીઓ અને ફેક્ટરીઓની આકસ્મિક મુલાકાત લઈને સઘન તપાસ શરૂ કરી છે. વિવિધ ઝોનમાં 15 પેઢીમાંથી સેમ્પલ લેવાયા આ સમગ્ર ડ્રાઈવ અંગે માહિતી આપતા સુરત મહાનગરપાલિકાના ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર ડી. કે. પરમારે જણાવ્યું હતું કે, " કમિશનર અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી ચંડી પડવાને ધ્યાનમાં રાખીને ઘારીમાં વપરાતા દૂધના માવાનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસણી શરૂ કરવામાં આવી છે. કુલ 15 અલગ-અલગ ટીમો બનાવી વિવિધ ઝોનમાં 15 જગ્યાએથી તપાસણી કરી નમૂનાઓ લેવાની કામગીરી હાલ ચાલુ છે, જેને પૃથક્કરણ માટે તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે." 2થી 3 દિવસમાં રિપોર્ટ આવશે, ક્ષતિ જણાશે તો કાર્યવાહી થશે લેબોરેટરીમાં મોકલવામાં આવેલા આ સેમ્પલો અંગે અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે શક્ય તેટલો ઝડપી એટલે કે આગામી 2 થી 3 દિવસમાં જ રિપોર્ટ આવી જશે. જો પૃથક્કરણ દરમિયાન નમૂનાઓમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કે ગુણવત્તામાં ક્ષતિ જણાશે, તો સંબંધિત વેપારીઓ કે પેઢીઓ સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ દર્શાવેલી જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પાલિકા કડક વલણ અપનાવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ લો કોલેજમાં ઓછી હાજરી દર્શાવી વિદ્યાર્થીઓને પરીક્ષાથી રોક્યા:સંચાલક મંડળની ખાતરી છતાં ટર્મ મંજૂર ન થતા ઇનચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં રોષ
    Next Article
    ખેડામાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું:મોટર-પાઇપની મદદથી એક બોટલમાંથી અન્યમાં ગેસ ભરી કાળાબજારી કરનાર બે શખ્સો ઝડપાયા, રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment