Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડામાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું:મોટર-પાઇપની મદદથી એક બોટલમાંથી અન્યમાં ગેસ ભરી કાળાબજારી કરનાર બે શખ્સો ઝડપાયા, રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ખેડા જિલ્લાના હરિયાલા ગામે CIDની ટીમે રેડ કરીને ગેસ રીફલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગેસના બાટલામાં કોઈપણ પ્રકારના સેફટી સાધનો વગર જોખમી રીતે મોટર અને પાઇપની મદદથી એક બોટલમાંથી અન્ય બોટલમાં ગેસ ભરી ગેરકાયદેસર રીફિલિંગ કરી કાળાબજારી કરવામાં આવતી હતી. પોલીસે બે આરોપીને ઝડપીને 84 નાના-મોટા ગેસના બાટલા, ટેમ્પો, મોટર અને વજનકાંટો સહિત કુલ રૂ. 6.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એજન્સીનો કોન્ટ્રાકટર અને ડિલિવરીમેન જ ગેસરીફિલિંગ કરતા ઝડપાયા હરિયાલા ગામના ઝલેબીયા પુરા ખાતે રહેતા છેલા રાણા ભરવાડ પોતાના મકાનમાં અને તેની આસપાસ ગેરકાયદેસર રીફિલિંગનું કૌભાંડ કરે છે તેવી બાતમી CIDને મળી હતી. તેના આધારે દરોડો પાડીને વિષ્ણુ પરાગ પરમાર અને છેલાને પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા છેલા આર.કે. ગેસ એજન્સીમાં કોન્ટ્રાકટરનું કામ કરે છે. જ્યારે વિષ્ણુ ડિલિવરીમેન તરીકે કામ કરતો હતો. તેઓ ભારત ગેસની સરકારી બોટલોમાંથી ગેસ પાઇપ અને મોટરની મદદથી અન્ય ખાલી નાના-મોટા બાટલામાં ગેસ ભરી, વજન કરી તેના પર કંપનીના પ્લાસ્ટિકના સીલ મારીને છૂટકમાં ઓછા ભાવે વેચાણ કરતા હતા. પોલીસે કુલ 84 ભરેલા અને ખાલી બાટલા, ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ​આ અંગે પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચંડી પડવા-દિવાળી પૂર્વે સુરતમાં ફૂડ વિભાગના દરોડા:15 સ્થળેથી માવા-ઘારીના સેમ્પલ લેવાયા, 2-3 દિવસમાં રિપોર્ટ આવશે; 15 ટીમે દૂધના માવા બનાવતી પેઢીમાં તપાસ કરી
    Next Article
    બૉલીવુડ સુપરસ્ટાર બોબી દેઓલ ભાવનગરના આંગણે:કુમકુમ તિલક ને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત; ‘કેરેસિલ’ના કાર્યક્રમમાં હાજરી આપશે, 3 દિવસ માણશે મહેમાનગતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment