Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઇ:કુકમાના યુવક સાથે ક્રેડિટ કાર્ડના નામે 3 લાખની સાયબર ઠગાઇ કરાઈ

    3 days ago

    તાલુકાના કુકમા ગામમાં રહેતા યુવકને ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી રૂ.૩ લાખની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હતી. પધ્ધર પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. કુકમા ગામના વિશ્વકર્મા નગરમાં રહેતા અને પારલે બિસ્કીટ કંપનીમાં નોકરી કરતા 39 વર્ષીય વિશાલભાઈ જગદિશભાઈ ચૌહાણે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ગત જુલાઈ માસમાં પોતાના ફેસબુક આઈડી પર HSBC ક્રેડિટ કાર્ડ અંગેની એક જાહેરાત જોઈ હતી. ક્રેડિટ કાર્ડ મેળવવાની ઈચ્છાથી તેમણે પોતાના મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપ્યા હતા.જે બાદ આરોપીએ ફરિયાદીને એક લીંક મોકલાવી હતી જે ઓપન કરતા જ એક APK ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ હતી. આ ફાઈલ ડાઉનલોડ થતાં તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને તેમના મોબાઈલના કોલ પણ અજાણ્યા નંબર પર ફોરવર્ડ થઈ ગયા હોવાનો મેસેજ મળ્યો હતો. મોબાઈલ હેક કર્યા બાદ ઠગબાજોએ ફરિયાદી યુવકના અલગ-અલગ 4 ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ૩,04,998 અજાણ્યા શખ્સે અનધિકૃત ટ્રાન્ઝેક્શન કરી ઠગાઈ આચરી હતી.નાણાં કપાઈ જવાની જાણ થતાં જ યુવકે સૌપ્રથમ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. લાઈફ ટાઈમ ફ્રી ક્રેડીટ કાર્ડની લાલચ આપી ગત 15 જુલાઈના ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને “તમે એપ્લાય કરેલ ક્રેડિટ કાર્ડ લાઈફ ટાઈમ ફ્રી રહેશે અને તેનો કોઈ ચાર્જ નથી” તેવી વાત કરી આરોપીએ વિશ્વાસમાં લીધા હતા.વાતચીત થયા બાદ સામેવાળા શખ્સે KYC પ્રક્રિયા પૂર્ણ કરવાના નામે વોટ્સએપ પર એક લિંક મોકલાવી ઠગાઈના બનાવને અંજામ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રામોલમાં લઘુમતી સમાજના યુવક દ્વારા યુવતીની છેડતી:બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો
    Next Article
    1975, 1977, 1982, 2006...: 6 Times When Elections Were Stayed By Courts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment