Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગા પિતાએ દિકરીને અડપલા કરતા ગુનો નોંધાયો હતો:સગીર દીકરીને મુંઢમાર મારી અડપલા કરનાર પિતાને પોકસો કોર્ટે ફટકારી 7 વર્ષની સખ્ત કેદ

    1 day ago

    દોઢ વર્ષ પુર્વે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક વિસ્તારમાં રહેતા સગા પિતાએ પોતાની દિકરી ને મુંઢમાર મારી શારરીક અડપલા કરતા આરોપી સામે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી, આ અંગેનો કેસ ભાવનગર ના બીજા એડીશ્નલ સેસન્સ જજ તથા સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની આરોપીને જુદી જુદી કલમો હેઠળ 7 વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી પિતાએ ફરીયાદી તથા ભોગબનનારને મુંઢમાર મારી શારરીક અડપલા કરતા ગત તા.15/11/2024 ના રોજ ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા આરોપી સામે બી.એન.એસ.ની કલમો 75, 76, 115(21), 351(3) તથા પોકસો એક્ટની કલમ 8, 12 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આ અંગેનો કેસ ભાવનગર ના બીજા એડીશ્નલ સેસન્સ જજ તથા સ્પે.પોકસો કોર્ટ માં ચાલી જતા જજએ સરકારી વકિલ ગીતાબા પી.જાડેજા ની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી પિતા સામે ગુનો સાબીત માની આરોપીને કસુરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ 7 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ:6293 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક પાણીની જાવક
    Next Article
    મુંબઈમાં મેઘતાંડવની અસર ગુજરાત સુધી:રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, ટ્રેન વ્યવહાર ખોરવાયો, રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાતા ભારે ભીડ; 3 ફ્લાઈટ્સ સુરત ડાયવર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment