Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ લુખ્ખાઓ ગાડી ઉભી રખાવે તો ઉપર ગાડી ચડાવી દેવાની':નો-એન્ટ્રીમાં ઘુસેલા ડમ્પરને રોકતા ટ્રાફિક પોલીસ પર હુમલો, લોકરક્ષકનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો

    1 day ago

    વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નો-એન્ટ્રીના નિયમોનું ઉલ્લંઘન કરી ઘુસેલા એક ડમ્પરને ટ્રાફિક પોલીસે રોકતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાથીદારે પોલીસકર્મીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરજ પરના લોકરક્ષકનો મોબાઈલ ફોન પણ છીનવીને ફેંકી દીધો હોવાની ઘટના સામે આવી છે. ડમ્પરને પોલીસે ચેક પોઈન્ટ પર અટકાવ્યું હતું શહેર ટ્રાફિક શાખા (પૂર્વ)માં ફરજ બજાવતા PSI એ.એસ. ચૌધરી અને લોકરક્ષક અશ્વિનકુમાર ખુશાલજીભાઈ પોતાની ડ્યુટી દરમિયાન તરસાલી રોયલ વિસ્તારના પોઈન્ટ ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન તરસાલી બ્રિજ નીચેથી શહેર વિસ્તારમાં પ્રવેશેલા એક ડમ્પરને તરસાલી ચેક પોસ્ટ આગળ રોકવામાં આવ્યું હતું. ડમ્પરના ચાલક રમેશભાઈ પર્વતસિંહ રાવત (રહે. પંચમહાલ) પાસે વડોદરા શહેરમાં પ્રવેશવા માટેનું પાસ કે પરમિટ માંગવામાં આવતા તેની પાસે ન હોવાનું જણાયું હતું. ડમ્પર ડિટેઈન કરવાની વાત કરતા મેહુલ ભરવાડને બોલાવ્યો ડમ્પર ચાલકે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ વાહન ડીટેઈન કરવાની વાત કરતા પોતાના મોબાઈલથી મેહુલ ભરવાડ નામના શખ્સને ફોન કરીને બોલાવ્યો હતો. થોડીવારમાં સ્થળ પર XUV લઈને આવેલા મેહુલ ભરવાડે ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, "તમે લોકો મને ઓળખતા નથી, હું મેહુલ ભરવાડ છું અને કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે". આટલું જ નહીં, તેણે પોતાના ડ્રાઈવરને ઈશારો કરીને ધમકી આપી હતી કે, "આ લુખ્ખાઓ ગાડી ઉભી રખાવે તો તેમની ઉપર ગાડી ચડાવી દેવાની" અને પોલીસને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. પોલીસકર્મીનો ફોન છીનવી લઈ ફરાર થતા પોલીસ ફરિયાદ આ દરમિયાન પોલીસકર્મી લોકરક્ષક અશ્વિનકુમાર દ્વારા સમગ્ર ઘટનાનો મોબાઈલથી ફોટો પાડવામાં આવતા જ મેહુલ ભરવાડે ઉશ્કેરાઈને તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારી સ્ટેશને દિવાળી સ્પેશિયલ ટ્રેનોનું સ્ટોપેજ ન મળ્યું:પરપ્રાંતીય મુસાફરોને વતન જવા માટે ભારે હાલાકી;યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    કાળીયાબીડના યુવાનના ક્રેડીટ કાર્ડમાંથી શખ્સે રૂા.94 હજારની ખરીદી કરી લીધી:ક્રેડીટ કાર્ડની લિમીટ વધારી દેવાની લાલચ આપી ઠગાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment