Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવ પહેલા છાત્ર સંસદની મહેનત રંગ લાવી:બચ્ચે બોલે મોરયાના સંકલ્પથી વડોદરામાં ઉજવણીમાં પરિવર્તન, 94 ટકા પરિવાર ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ તરફ વળ્યા

    15 hours ago

    છાત્ર સંસદ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી જાગૃતિ ઝુંબેશ તથા વડોદરા પોલીસના સતત પ્રયાસોના પરિણામે શહેરમાં ગણેશોત્સવની ઉજવણીની રીતમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વર્ષે વડોદરાના ઓછામાં ઓછા 94 ટકા પરિવારો પર્યાવરણમિત્ર રીતે ગણેશોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહ્યા છે. બચ્ચે બોલે મોરયા’ કાર્યક્રમનું આયોજન કરાયું આ શહેરવ્યાપી અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે છાત્ર સંસદ, વડોદરા પોલીસ અને રસ્કિન બોન્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘બચ્ચે બોલે મોરયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાની વિવિધ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પર્યાવરણનું રક્ષણ કરાશે કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમાર અને જાણીતા કવયિત્રી અને વાર્તાકાર પ્રિયા મલિક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઓડિટોરિયમમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે સંકલ્પ લીધો કે તેઓ ગણેશ ચતુર્થીની ઉજવણી શ્રદ્ધા સાથે કરશે, પર્યાવરણનું રક્ષણ કરશે, ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત રાખશે અને રાષ્ટ્રના વિકાસમાં જવાબદાર નાગરિક તરીકે પોતાનું યોગદાન આપશે. ‘બચ્ચે બોલે મોરયા’ માત્ર જાગૃતિ કાર્યક્રમ પૂરતો સીમિત ન રહેતા ગણેશોત્સવની ભાવનાને જવાબદાર નાગરિકત્વ સાથે જોડતું એક અભિયાન બન્યું હતું. વાર્તાઓ, સંવાદ અને સામૂહિક સંકલ્પના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે સાચી ભક્તિ માત્ર ઘોંઘાટમાં નહીં, પરંતુ શિસ્ત, કરુણા અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનમાં રહેલી છે. 94 ટકા પરિવારો ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવશે છાત્ર સંસદના સ્થાપક અને પ્રમુખ તથા રસ્કિન બોન્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર એડવોકેટ કુણાલ શર્માએ જણાવ્યું હતું કે, યુવા નાગરિકો સમગ્ર શહેરની ઉજવણીની રીતમાં પરિવર્તન લાવી શકે છે તેવા વિશ્વાસ સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આજે વડોદરાના 94 ટકા પરિવારો ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે જાગૃતિ હવે સામૂહિક આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. ‘બચ્ચે બોલે મોરયા’ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા ઊભું કરાયેલું એક આંદોલન છે. હજારો વિદ્યાર્થીઓએ સામૂહિક સંકલ્પનું પઠન કર્યું રસ્કિન બોન્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર CA ઉત્પલ શાહે જણાવ્યું હતું કે, શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષાની તૈયારી કરાવવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની જવાબદારીઓ માટે પણ તૈયાર કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા આસ્થા અને પર્યાવરણ જાગૃતિને જોડવામાં આવી છે અને વિદ્યાર્થીઓના રોજિંદા નિર્ણયો પણ રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે હજારો વિદ્યાર્થીઓએ સામૂહિક સંકલ્પનું પઠન કર્યું હતું. સાથે જ તેઓ પોતાના ઘરે એક મહત્વપૂર્ણ સંદેશ લઈને પરત ફર્યા હતા કે ભગવાન શ્રી ગણેશની સૌથી અર્થપૂર્ણ આરાધના એ છે, જેમાં શ્રદ્ધા સાથે જવાબદારી, ઉજવણી સાથે સંવેદનશીલતા અને ભક્તિ સાથે રાષ્ટ્રસેવાનો ભાવ જોડાય. માટીના ગણપતિની સ્થાપના કરવા અપીલ વાર્તાકાર પ્રિયા મલિકે જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે; પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) ની બનેલી મૂર્તિઓની સ્થાપના અને તેના વિસર્જનના કારણે પર્યાવરણ તેમજ જળસ્રોતોને મોટું નુકસાન પહોંચે છે. આ નુકસાનને અટકાવવા માટે સૌ નાગરિકોને ઘરમાં PoPને બદલે ઇકો-ફ્રેન્ડલી (માટીના) ગણપતિની સ્થાપના કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી. પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓનું વિસર્જન પ્રકૃતિ અને જળચરો માટે સુરક્ષિત રહે છે. આમ, ગણપતિ બાપ્પાની ભક્તિ સાથે પર્યાવરણનું પણ યોગ્ય રીતે જતન થઈ શકે તે ઉદ્દેશ્યથી લોકોને જાગૃત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 20 સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા
    Next Article
    મહીસાગર કાંઠે દશામાંની વિદાય:1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 10 હજાર મૂર્તિઓનું વિસર્જન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment