Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર કાંઠે દશામાંની વિદાય:1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 10 હજાર મૂર્તિઓનું વિસર્જન કર્યું

    14 hours ago

    ખંભાત પંથકમાં દશામાંના દસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થઈ. ધુવારણ ખાતે મહીસાગર નદીના કાંઠે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. આશરે 10 હજારથી વધુ દશામાંની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ આસપાસના ઉંદેલ, વટાદરા, વત્રા, રાલેજ, કલમસર, ડાલી, બાજીપુરા, ધુવારણ, વચલાપુરા, રાસ અને કથાણા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભારે હૈયે 'દશામા વહેલા આવજો' ના જયઘોષ સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું. વિસર્જનની સાથે જ ભરાયેલા પરંપરાગત લોકમેળાનો નાગરિકોએ ભરપૂર આનંદ માણ્યો હતો. શ્રદ્ધાળુઓએ મહીસાગર કાંઠે આવેલા પૌરાણિક ડોસલી માતાજી અને પાંચ પાંડવ મહાદેવના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખંભાત શહેરના શ્રદ્ધાળુઓએ ખંભાત દરિયાઈ ડંકા કૃત્રિમ તળાવમાં દશામાંનું વિસર્જન કર્યું હતું. આ ઉપરાંત નટેશ્વર, કોટેશ્વર તળાવ સહિત અન્ય સ્થાનિક તળાવોમાં પણ મૂર્તિઓનું વિસર્જન કરાયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો અને જળાશયો, તળાવો, નદી કાંઠે તથા દરિયા કાંઠે સ્થાનિક તંત્ર દ્વારા તરવૈયાની ટીમો તૈનાત કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગણેશોત્સવ પહેલા છાત્ર સંસદની મહેનત રંગ લાવી:બચ્ચે બોલે મોરયાના સંકલ્પથી વડોદરામાં ઉજવણીમાં પરિવર્તન, 94 ટકા પરિવાર ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ તરફ વળ્યા
    Next Article
    તબેલાની આડમાં ચાલતા ગેસ બોટલ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ:CID ક્રાઇમે 151 સિલિન્ડર, ડુપ્લિકેટ સીલ સ્ટીકર સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment