Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી સ્ટેશને દિવાળી સ્પેશિયલ ટ્રેનોનું સ્ટોપેજ ન મળ્યું:પરપ્રાંતીય મુસાફરોને વતન જવા માટે ભારે હાલાકી;યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    1 day ago

    દિવાળીનો તહેવાર નજીક આવતા દક્ષિણ ગુજરાતના નવસારીમાં વસતા લાખો પરપ્રાંતીય પરિવારોને વતન જવા પૂરતી ટ્રેન સુવિધા મળતી નથી. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને વલસાડથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ નવસારીને સ્ટોપેજ અપાતું નથી. તહેવારો કે વેકેશનમાં સ્ટોપેજ ન મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજા સ્ટેશનો પર નિર્ભરતા નવસારી ખાતે સ્પેશિયલ ટ્રેનો ન રોકાતી હોવાને કારણે સ્થાનિકોને કન્ફર્મ ટિકિટ માટે 40 કિલોમીટર દૂર સુરત અથવા વલસાડ સ્ટેશને જવું પડે છે. નાના બાળકો, વૃદ્ધો અને ભારે સામાન સાથે મુસાફરી કરવી સ્થાનિક લોકો માટે અત્યંત મુશ્કેલ બને છે. નવસારીના સાંસદ કેન્દ્ર સરકારમાં જળ શક્તિ મંત્રી હોવા છતાં પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી પ્રજામાં ચિંતા છે. રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વખત નવસારીના બુદ્ધિજીવી વર્ગ, સ્થાનિક અગ્રણીઓ તેમજ રેલવે કન્સલ્ટેટિવ કમિટી દ્વારા રેલવે તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા નવસારી સ્ટેશન પર હોલિડે સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ કે લાંબા અંતરની ટ્રેનોની માંગણી બાબતે કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. ઉગ્ર આંદોલનની સ્થાનિકોની ચીમકી લાંબા અંતરની મહત્વની ટ્રેનોના સ્ટોપેજ મામલે નવસારી સાથે વર્ષોથી હળહળતો અન્યાય થતો આવ્યો હોવાની લાગણી પ્રસરી છે. જો આગામી દિવસોમાં રેલવે વિભાગ દ્વારા દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને હોલિડે સ્પેશિયલ ટ્રેનોનું નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં નહીં આવે, તો નવસારીની પ્રજા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    'ગમે ત્યાંથી ફાયરિંગ થઈ રહ્યું છે':ટાઇગર પર ફાયરિંગ બાદ મનોજ બાજપેયીએ કહ્યું- આ ખૂબ જ ભયાનક છે; દિવ્યા દત્તાએ પણ વ્યક્ત કરી ચિંતા
    Next Article
    'આ લુખ્ખાઓ ગાડી ઉભી રખાવે તો ઉપર ગાડી ચડાવી દેવાની':નો-એન્ટ્રીમાં ઘુસેલા ડમ્પરને રોકતા ટ્રાફિક પોલીસ પર હુમલો, લોકરક્ષકનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment