Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુરખાના નામે ઠગાઈ કરનાર ફરાર આરોપી ઝડપાયો:સોશિયલ મીડિયા પર બે નંબર એક્ટિવ હોવાથી પોલીસે લોકેશન ટ્રેકિંગના આધારે અમદાવાદથી દબોચી લીધો

    1 day ago

    પાલ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતા ફરતા આરોપી અકીલ અબ્દુલ કુરેશીને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ્સની મદદથી આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. કેવી રીતે ઝડપાયો આરોપી? આરોપી ધરપકડથી બચવા સતત ઠેકાણાં બદલતો હતો અને પરિવાર સાથે પણ સંપર્ક રાખતો નહોતો. તેનો કોઈ સક્રિય નંબર ઉપલબ્ધ ન હોવાથી પાલ પોલીસે તેના ઇન્સ્ટાગ્રામ તથા જીમેઇલ આઇડીના આઇ.પી. એડ્રેસનું એનાલિસિસ કર્યું હતું. ટેકનિકલ તપાસ દરમિયાન આરોપીના બે સક્રિય મોબાઇલ નંબર સામે આવ્યા હતા. આ બંને નંબરોના સીડીઆર અને લાઇવ લોકેશન ટ્રેકિંગના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને અમદાવાદ બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. ડિઝાઇનર બુરખા આપવાના નામે 75 હજારની છેતરપિંડી સમગ્ર મામલાની વિગત મુજબ, આરોપી અકીલે ફરિયાદી મહિલાને પોતાની પાસે વિવિધ પ્રકારના અને ડિઝાઇનર બુરખા હોવાનું જણાવી વિશ્વાસમાં લીધી હતી. જેથી મહિલાએ બુરખા ખરીદવા પેટે આરોપીને 75 હજાર ચૂકવી દીધા હતા. જોકે, રકમ લીધા બાદ આરોપીએ બુરખા આપ્યા નહોતા અને રૂપિયા પણ પરત કર્યા વગર ફરાર થઈ ગયો હતો. મહિલાએ આ અંગે પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બી.એન.એસ.એસ. કલમ 72 મુજબ વોરંટ જારી કરીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અજમેર દરગાહ ખાતે રહેતો હતો, અમદાવાદ આવતાં જ ઝડપાયો મૂળ ભાવનગરનો વતની અને ધાર્મિક અભ્યાસ કરતો આરોપી ધરપકડ ટાળવા માટે રાજસ્થાનના અજમેર શરીફ દરગાહ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. પોલીસે જ્યારે તેના સક્રિય મોબાઇલ નંબર મેળવી લોકેશન ટ્રેસ કર્યું ત્યારે તેનું લોકેશન અજમેર મળતું હતું. પાલ પોલીસની ટીમ સતત ટેકનિકલ સર્વેલન્સ રાખી રહી હતી. આ દરમિયાન આરોપી અજમેરથી અમદાવાદ બસ સ્ટેન્ડ પહોંચ્યો હોવાનું માલૂમ પડતાં ટીમે તાત્કાલિક દરોડો પાડી તેને ઝડપી લીધો હતો અને સુરત લાવી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરના સીમાડામાં બ્રિજના નિર્માણકામમાં મોટી બેદરકારી:50 ફૂટ ઊંડા ખોદકામથી દુકાન-મકાન ખાડીમાં ધસી પડ્યું, આસપાસની દુકાનો ખાલી કરાવાઈ, વેપારીએ કહ્યું-લાખોનું નુકસાન
    Next Article
    નવસારીમાં પોલીસ પરિવાર માટે ખાસ 'હેલ્લારો નવરાત્રી' યોજાઈ:રાસલોક ગરબા આયોજકોએ AC ડોમ નિઃશુલ્ક ફાળવ્યો; પોલીસકર્મીઓ અને પરિવારો તણાવમુક્ત બની ગરબે ઘુમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment