Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના સીમાડામાં બ્રિજના નિર્માણકામમાં મોટી બેદરકારી:50 ફૂટ ઊંડા ખોદકામથી દુકાન-મકાન ખાડીમાં ધસી પડ્યું, આસપાસની દુકાનો ખાલી કરાવાઈ, વેપારીએ કહ્યું-લાખોનું નુકસાન

    1 day ago

    સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સ દરમિયાન કોન્ટ્રાક્ટરોની બેદરકારીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પાસે વાલમનગર ખાડી પર નવા બની રહેલા બ્રિજની કામગીરી દરમિયાન જમીનમાંથી બેફામ માટી ખોદી કઢાતાં બાજુમાં આવેલી એક દુકાન અને મકાનનો આગળનો મોટો હિસ્સો સીધો ખાડીમાં ધસી પડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કામ કરી રહેલા શ્રમિકો સમયસર દૂર ખસી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જો કે, મકાન અને દુકાન જોખમી રીતે નમી પડતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક આસપાસની તમામ દુકાનો ખાલી કરાવી સીલ જેવી સ્થિતિ કરી દીધી હતી. 40થી 50 ફૂટ ખાડાથી પાયો નબળો પડ્યો સીમાડા નાકા પાસે ‘એન્જલ સિરામિક’ નામની દુકાન ધરાવતા સ્થાનિક વેપારી ચિરાગ કાછડિયાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ દિવસથી બ્રિજ બનાવવા માટે 40થી 50 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવી રહ્યા હતા. જમીન નીચેથી વધુ પડતી માટી બહાર કાઢી લેવાતાં મકાનનો પાયો નબળો પડ્યો અને આગળનો ભાગ ધરાશાયી થઈને ખાડીમાં પડી ગયો. દુકાનમાં રહેલો મોટાભાગનો કિંમતી સામાન અને માલસામાન ખાડીમાં ધસી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. આટલી મોટી દુર્ઘટના છતાં બ્રિજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી કે કોન્ટ્રાક્ટર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આસપાસનો વિસ્તાર જોખમમાં મુકાયો બનાવની ગંભીરતાને જોતાં સરથાણા ઝોન કચેરી, બ્રિજ સેલ અને હાઇડ્રોલિક વિભાગનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ વધુ હોનારત ટાળવા માટે જોખમી બનેલા મકાન અને આસપાસની તમામ દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી હતી. માટી પુરાણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ પાલિકા દ્વારા પરિસ્થિતિ થાળે પાડવા માટે તાત્કાલિક અસરથી મોટા પાયે માટી પુરાણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમે સાવચેતીના ભાગરૂપે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    CJP નેતા સૌરવ-આશુતોષને ફરી દિલ્હી પોલીસનું સમન્સ:આજે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે બોલાવ્યા; ગઈકાલે સાંજે તિહારથી મુક્ત થયા, દીપકે કહ્યું- બંને મારા કરતાં મોટા નેતા
    Next Article
    બુરખાના નામે ઠગાઈ કરનાર ફરાર આરોપી ઝડપાયો:સોશિયલ મીડિયા પર બે નંબર એક્ટિવ હોવાથી પોલીસે લોકેશન ટ્રેકિંગના આધારે અમદાવાદથી દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment