Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસનગરના ભાલક ગામે અશ્વદોડ દરમિયાન અકસ્માત:દોડતા અશ્વોએ બે બાળકોને અડફેટે લીધા, સદનસીબે આબાદ બચાવ

    9 hours ago

    મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા ભાલક ગામે પરંપરાગત રીતે યોજાયેલી અશ્વદોડ દરમિયાન એક મોટી દુર્ઘટના બનતા અટકી હતી. અશ્વદોડને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. ઉત્સાહ અને રોમાંચ વચ્ચે યોજાઈ રહેલી આ દોડ દરમિયાન એક અશ્વે અચાનક બેકાબૂ બની પ્રેક્ષકો વચ્ચે ઘૂસી ગયો હતો અને ત્યાં ઉભેલા બે માસૂમ બાળકોને પોતાની અડફેટે લઈ લીધા હતા. બંને બાળકોનો આબાદ બચાવ થયો આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભીડ વચ્ચેથી પસાર થઈ રહેલો અશ્વ અચાનક અનિયંત્રિત થઈને બાળકો સાથે અથડાય છે. જોકે, આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી અને બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો. બાળકોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી ગ્રામજનો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ભાલક ગામે ગઈકાલે આ પરંપરાગત અશ્વદોડની ફાઈનલ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવી ભીડભાડ વાળી જગ્યાઓ પર યોગ્ય બેરિકેડિંગ કે સુરક્ષા વ્યવસ્થા વિના જ આયોજન કરાતા અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. ગ્રામજનો અને સ્થાનિકોની માગણી છે કે ભવિષ્યમાં આવી પરંપરાગત રમતો કે કાર્યક્રમો દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે યોગ્ય આયોજન અને પૂરતી તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. સમગ્ર બાબતે ગામના સરપંચ પ્રવિણાબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમને જાણવા મળ્યું હતું કે અશ્વ દોડ દરમિયાન એક ઘોડા એ બે બાળકોને હડફેટે લીધા હતા. જોકે, આ ઘટનામાં તેઓને કોઈ પ્રકારની મોટી ઇજા થઇ નથી.
    Click here to Read More
    Previous Article
    બૉલીવુડ સુપરસ્ટાર બોબી દેઓલ ભાવનગરના આંગણે:‘કેરેસિલ’ના કાર્યક્રમમાં આપશે હાજરી, ૩ દિવસ માણશે મહેમાનગતિ
    Next Article
    સીમા જાગરણ મંચે નવરાત્રીમાં 700 બાળાઓને લહાણી આપી:મોરબી જિલ્લાના 9 સીમાવર્તી ગામોમાં શક્તિ પૂજન અંતર્ગત પ્રોત્સાહિત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment