Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ અંબાડા ગામની મુલાકાત લીધી‎:રેફરલ હોસ્પિટલ, શાળા, રેશનિંગ દુકાન અને આંગણવાડીની કામગીરી ચકાસી

    1 day ago

    નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા નવસારી તાલુકાના અંબાડા ગામની મુલાકાત લઈ આરોગ્ય, શિક્ષણ, જાહેર વિતરણ વ્યવસ્થા અને ગ્રામ્ય સુવિધાઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે અંબાડા રેફરલ હોસ્પિટલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર, દવાઓના જથ્થા, ઉપલબ્ધ સાધનો અને નવા મકાનના બાંધકામની કામગીરી અંગે માહિતી મેળવી હતી. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થા અને રેશનકાર્ડ ધારકોને નિયમ મુજબ અનાજ વિતરણ થાય છે કે કેમ તેની ચકાસણી કરી હતી. કલેક્ટરે કેન્દ્ર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કામગીરી, બાળકોની પ્રગતિ અને મધ્યાહન ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામની પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નો અંગે વિગતો મેળવી હતી. આંગણવાડીમાં બાળકોના પોષણની સ્થિતિ તેમજ સેમ (SAM) અને મેમ (MAM) શ્રેણીના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે થતી કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી તૃપ્તિ પટેલ, મામલતદાર જાદવ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ, સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તબીબ મિત્ર સાથે રાસલોકમાં ગરબા રમવા આવતા વિવાદ:જમાલપોરમાં બિનહિન્દુ યુવક ગરબા રમતો હોવાનો વીડિયો વહેતો થતા અટકાયત કરાઈ
    Next Article
    અરજીઓના સમયસર નિકાલ માટે અધિકારીઓને કડક સૂચના અપાઈ‎:જલાલપોર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 9 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરો : કલેક્ટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment