Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબીબ મિત્ર સાથે રાસલોકમાં ગરબા રમવા આવતા વિવાદ:જમાલપોરમાં બિનહિન્દુ યુવક ગરબા રમતો હોવાનો વીડિયો વહેતો થતા અટકાયત કરાઈ

    2 days ago

    નવસારી જિલ્લામાં નવરાત્રિ તેમજ દશેરાના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ બંદોબસ્ત અને તકેદારીના પગલાં ગોઠવવામાં આવ્યા હતા. સુરત વિભાગના ડીઆઈજીપી પ્રેમ વીર સિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના હેઠળ ડીવાયએસપી એસ.કે. રાયના નેતૃત્વમાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન ગત તા. 20 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે જમાલપોરમાં આવેલા "ઓમ પાર્ટી પ્લોટ’માં આયોજિત રાસલોક ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં બિનહિન્દુ યુવક દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર, બિનહિન્દુ યુવક (ઉ.વ. 39, રહે. નવસારી) રાત્રિના 11 વાગ્યાથી મોડી રાતના 1 વાગ્યા દરમિયાન ગરબા મહોત્સવમાં સામેલ થઈ ગરબા રમ્યો હતો. આ ઘટના સંદર્ભે મળેલી ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પીઆઈ વી.જી. ભરવાડ તથા ટીમે તપાસ કરી અટક કરી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો મૂક્યો હતો નવસારીનો બિનહિન્દુ યુવક તેમના મિત્રો સાથે નવરાત્રિમાં ગરબા રમતો હોવાનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    15 શાળાઓના 3500 છાત્રો‎હજુ નોટબુક-કમ્પાસ બોક્સથી વંચિત‎:શાસક અને વિપક્ષના નગરસેવકોએ કમિશનર સમક્ષ તાકીદે પગલાં ભરવા માંગ કરી
    Next Article
    નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ અંબાડા ગામની મુલાકાત લીધી‎:રેફરલ હોસ્પિટલ, શાળા, રેશનિંગ દુકાન અને આંગણવાડીની કામગીરી ચકાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment