Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 શાળાઓના 3500 છાત્રો‎હજુ નોટબુક-કમ્પાસ બોક્સથી વંચિત‎:શાસક અને વિપક્ષના નગરસેવકોએ કમિશનર સમક્ષ તાકીદે પગલાં ભરવા માંગ કરી

    2 days ago

    નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 15 શાળાઓમાં અભ્યાસ કરતા 3500 ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્ય પુસ્તકો અને કંપાસ બોક્સનું વિતરણ કરાયું નથી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાને રાખીને નગરસેવકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તાકીદે પગલાં ભરવા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રશ્ને શાસક અને વિપક્ષના સભ્યોએ એકસૂરે અવાજ ઉઠાવતાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. વોર્ડ નં. 4ના કોંગ્રેસના નગરસેવિકા પ્રભાબેન નરેશકુમાર વલસાડીયાએ આવેદનપત્ર પાઠવી ગંભીર આક્ષેપ કર્યો છે કે સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં મહાપાલિકા સંચાલિત શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો અને કમ્પાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું નથી. સામગ્રીના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. આ વિલંબ અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગી તાત્કાલિક વિતરણ પૂર્ણ કરવાની અને ભવિષ્યમાં આવી બેદરકારી ન દોહરાય તે સુનિશ્ચિત કરવાની કડક માંગ કરાઈ છે. બીજી તરફ, વોર્ડ નં. 13 ના નગરસેવક અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષ વિજયભાઈ રાઠોડે રજૂઆત કરી છે કે મહાપાલિકાની હદમાં નવા સમાવિષ્ટ થયેલા ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓના બાળકોને પણ દર વર્ષે અપાતી શૈક્ષણિક કીટ અને નોટબુકનો સમાન લાભ મળવો જોઈએ. તેમણે આ માટે આગામી આયોજનમાં વિદ્યાર્થીઓની સંખ્યા મેળવી બજેટની જોગવાઈ કરવા જણાવ્યું છે, જેથી આર્થિક રીતે નબળા વાલીઓ પરનો બોજ હળવો થઈ શકે. વિકાસના દાવા વચ્ચે શિક્ષણ પર ગ્રહણ લગાવતી મનપા આગામી દિવસોમાં પુસ્તકો આપશે કે કેમ તેના પર સવાલ ઊઠ્યા છે. ચાલુ સપ્તાહે નોટબુક અને કમ્પાસ બોક્સ અપાશે 14 સરકારી અને એક અંગ્રેજી માધ્યમ સહિત કુલ 15 શાળાઓના અંદાજે 3500 જેટલા બાળકોને ટૂંક સમયમાં નોટબુક તથા કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવશે. વર્ક ઓર્ડર મેળવનાર એજન્સી પાસે નોટબુક તૈયાર છે અને કંપાસ બોક્સ ટ્રાન્સપોર્ટમાં હોવાથી બંને સામગ્રી સાથે જ વિતરિત કરાશે. હાલ શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી હોવાથી આ સામગ્રી વિદ્યાર્થીઓને દ્વિતીય સત્રમાં અભ્યાસ અર્થે ઉપયોગી નીવડશે. સમગ્ર વિતરણ કામગીરી ચાલુ અઠવાડિયામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે. > જગદીપ મકવાણા, શાસનાધિકારી, નવસારી મનપા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:મનરેગામાં 15 દિવસના કામના પણ નાણાં ચૂકવવાની વ્યવસ્થા હોવા છતાં સરકારની પીછેહટ
    Next Article
    તબીબ મિત્ર સાથે રાસલોકમાં ગરબા રમવા આવતા વિવાદ:જમાલપોરમાં બિનહિન્દુ યુવક ગરબા રમતો હોવાનો વીડિયો વહેતો થતા અટકાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment